ઝી બ્યુરો/અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ, હિતેશ ઠાકર બાદ હવે અમદાવાદમાંથી વધુ એક મહાઠગ ઝડપાયો છે. પીએમના સલાહકારની ઓળખ આપીને સુધાકર પાંડેએ 3 કંપનીઓ પાસેથી 16 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ છે, જેના કારણે સાયબર ક્રાઈમે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી ભયાનક આગાહી, ગુજરાતમા 2023 સાઇક્લોન વર્ષ બની રહેશે


સુધાકર પાંડેએ વેપારી પાસેથી પડાવ્યા રૂપિયા
ફરી એકવાર કિરણ પટેલ જેવું કારસ્તાન કર્યું હોવાનું પ્રકાશમાં આવતાં સનસનાટી મચી જવા પામી છે. અમદાવાદમાંથી નકલી IAS અધિકારી હોવાનો તેમજ PMના સલાહકારની ઓળખ આપી છેતરપિંડી આચરનાર ઝડપાયો છે.  જો કે, અલગ અલગ વિભાગના અધિકારી તરીકે સુધાકર પાંડેની ઓળખ આપતો હતો. સુધાકર પાંડેએ ત્રણ મોટી કંપનીના માલિકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. 


હાઈલેન્ડ રિસોર્ટ રેપ કેસમાં ઘટસ્ફોટ, યુવતીએ કહ્યું; કોઈ શારીરિક સંબંધ બંધાયો જ નહોતો


સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો
સુધાકર પાંડે IAS અધિકારી હોવાની ઓળખ આપી 3 વેપારીને છેતર્યા હતા, જેમાં PMના સલાહકારની ઓળખ આપી કંપનીના માલિકો પાસેથી રૂપિયા પડાવ્યા છે. 3 કંપની પાસેથી 16 લાખ રૂપિયા પડાવનાર સુધાકર પાંડેની ધરપકડ કરાઈ છે. સાયબર ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


કોણ છે શિવરંજની તિવારી જે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવા ગંગોત્રી પગપાળા નિકળી