રજની કોટેચા/જૂનાગઢ: ખેડૂતોના પાકના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ડુંગળી પકાવતા ખેડૂતોએ ઉભાપાકમા પશુ ચરાવ્યા તો હવે શેરડી પકાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે., ગીરના સુત્રાપાડા તાલાલા કોડીનાર અને ઉના સહિતના વિસ્તારોમાં શેરડીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોને અત્યાર સુધી એક ટન શેરડીના 2100 રૂપિયા ભાવ મળતા પરંતું અચાનક છેલ્લા 15 દિવસથી ભાવમાં ધરખમ ઘટાડો થયો અને ભાવ 1600 થઈ ગયો એટલે કે 500 રૂપિયાનો ઘટાડો થયો હતો. એવું નથી કે શેરડી પકાવતા ખેડૂતો જ મુશ્કેલીમાં છે, પરંતુ શેરડી પીલી ગોળ બનાવતા રાબડા માલિકોને પણ ભારે ફટકો પડયો છે.


પ્રવિણ તોગડિયા ચૂંટણી લડશે તો ભાજપને નુકશાન થશે: શંકરસિંહ વાઘેલા


ગોળની બજારમાં મંદી છવાઈ છે જેથી ગોળના ભાવ ડબ્બે 600થી ઘટી 425 થતા શેરડીના ભાવ તૂટયા હતા. રાબડા માલિકોનું કહેવું છે કે, અખાદ્ય ગોળ બહારના રાજ્યમાંથી ઘૂસવાના કારણે અને પ્રોડકશન વધવાના કારણે ગોળના ભાવ તૂટયા હતા. ગોળના ભાવ સતત ઘટી રહ્યા છે. છેલ્લા થોડા વર્ષથી ગીરની તાલાલ ઉના અને કોડીનાર શુગર મિલ બંધ થતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાયા હતા. અને રાબડા પર નિર્ભર હતા. ગત વર્ષે 48 લાખ ડબ્બા ગીરમાં ગોળનું ઉતપાદન થતું તે ઘટીને હવે 25 લાખ ડબ્બા થઈ ગયું છે.  ત્યારે ખેડૂતો શેરડીનું વાવેતર ઘટાડી અન્ય પાકો તરફ વળી રહ્યા છે.