રાજકોટમાં મહિલાએ સાતમા માળથી માર્યો મોતનો કુદકો, એક જ સેકન્ડમાં ગયો જીવ
રાજકોટમાં આજે આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે
રાજકોટ : રાજકોટમાં આજે આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં ચૌધરી હાઇસ્કૂલ પાસે આવેલી મહારાજ બિલ્ડિંગના સાતમા માળથી એક વયસ્ક મહિલાએ ધોળે દિવસે કૂદીને આત્મહત્યા કરી લીધી છે.
આ આત્મહત્યા કરનાર મહિલાની ઓળખ જાહેર નથી થઈ પણ ઘટનાના સીસીટીવી જાહેર થયા છે. આ સીસીટીવી પ્રમાણે મહિલાએ મોતની છલાંગ મારતા જ તે રસ્તા પર એક સેકન્ડ માટે તડફડી હતી અને પછી તેનો જીવ ઉડી ગયો હતો.
પત્નીએ પ્રેમી સાથે મળીને પતાવી દીધો પતિને! લોહિયાળ ખેલની દિલ ધ્રુજાવી દેતી દાસ્તાન
રંગીલા રાજકોટને કોઇની નજર લાગી હોય તેમ દિવસેને દિવસે કમોતના કિસ્સાઓ વધી રહ્યાં છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને વિગતો મેળવવાનું શરૂ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં મહિલા પુખ્તવયની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.