ઉદય રંજન, અમદાવાદઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આપવામાં આવેલા મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી વાપરવાનો મામલો સામે આવ્યો હતો. નકલી ઘીનો મુદ્દો સામે આવતા સમગ્ર રાજ્યમાં વિવાદ ઉભો થઈ ગયો હતો. અંબાજી મંદિરમાં અપાતા મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી અમદાવાદથી મોકલવામાં આવ્યું હતું. હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે નકલી ઘી મોકલનાર વેપારીએ આપઘાત કરી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જતીન શાહે કર્યો આપઘાત
અમદાવાદમાં આવેલી નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આપઘાત કર્યો છે. નારોલ વિસ્તારમાં આવેલા પોતાના રહેણાંક મકાનમાં જતીન શાહે આપઘાત કર્યો છે. આ જતીન શાહ અંબાજી મંદિર પ્રસાદના નકલી ઘી કેસમાં આરોપી છે. જતીન શાહની પેઢીમાંથી નકલી ઘી મોકલવામાં આવ્યું હતું. પોલીસે આ કેસમાં જતીન શાહની ધરપકડ પણ કરી હતી. નીકલંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આપઘાત કેમ કર્યો તેની માહિતી સામે આવી નથી. હાલ તો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચોઃ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આ સરકારી કાર્ડ બનશે મોટો સહારો! આજે સવા લાખ કાર્ડનું વિતરણ થયું


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube