• માર્ચમાં દેશમાં ગરમીએ તોડ્યો 121 વર્ષનો રેકોર્ડ

  • 1901 બાદ પહેલીવાર દેશમાં પડી આટલી ગરમી

  • એપ્રિલમાં પણ ભીષણ ગરમીની છે આગાહી...


ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી જોવા મળી રહી છે. 1901 બાદ પ્રથમ વખત માર્ચ મહિનામાં દેશના અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. IMD એ લોકોને એલર્ટ કર્યાં છે કે, દેશના 9 રાજ્યોમાં હીટ વેવની સંભાવના છે. માર્ચ 1901માં સરેરાશ તાપમાન 32.5 સેલ્સિયસ હતું. પરંતુ આ વર્ષે માર્ચમાં સૌથી વધુ તાપમાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં નોંધાયું હતું. જેમાં રાજધાની દિલ્હીમાં સરેરાશ તાપમાન 36.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિર્ગીની આસપાસ પહોંચી ગયો છે. એટલું જ નહીં પણ એપ્રિલમાં પણ અગવર્ષા યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 9 રાજ્યોમાં હીટવેવની આગાહી
આગામી થોડા દિવસોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પૂર્વ યુપી, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, ઝારખંડ અને વિદર્ભ પ્રદેશમાં હીટવેવ આવી શકે છે. રાજધાની દિલ્હીમાં 4 થી 8 એપ્રિલની વચ્ચે તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. IMD એ 9 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યુ છે. સાથે જ લોકોને સાવચેતી રાખવા જણાવ્યુ છે. 


હાલમાં સમગ્ર ગુજરાતમાં ગરમીની આગાહી કરવામાં આવી છે અને ઉનાળાના આરંભથી જ 40 ડિગ્રી જેવી ગરમી વરસવા લાગી છે. સૂર્ય રીતસરના આગના ગોળા વરસાવી રહ્યો હોય તેવી સ્થિતિ છે. ગુજરાતના લગભગ દરેક શહેરોમાં ગરમી પ્રસરી ગઈ છે. 


આ રીતે હીટવેવથી બચો


  • સવારના વહેલા કે સાંજના મોડેથી જ્યારે થોડી ઠંડક હોય ત્યારે જ બહાર નીકળવાનું રાખવું. 

  • એર કન્ડિશન ટેવાયેલા વ્યક્તિઓએ તો ખાસ ધ્યાન રાખવું. 

  • પાણી કે પ્રવાહી વિપુલ પ્રમાણમાં લેવા. 

  • તરબૂચ, પપૈયા, સક્કરટેટી, મોસંબી, નારંગી જેવા ફળોનો વધારેમાં વધારે ઉપયોગ કરવો. 

  • લીંબુ પાણી કે નાળીયેર પાણી પણ પ્રમાણમાં લેવા. 

  • મહદંશે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ જળવાય તો હિટ વેવથી શરીર બચી શકશે.