અમદાવાદ: ગુજરાત (Gujarat) માં ધીમે ધીમે ઉનાળો જામી ગયો હતો. ગુજરાત (Gujarat) ના મોટાભાગના શહેરોના તાપમાનમાં એકથી બે ડીગ્રીનો વધારો જોવા મળ્યો હતો. પોરબંદર (Porbandar) માં છેલ્લા ત્રણ દિવસથી તાપમાન 40 ડીગ્રી પહોંચી જતા આકરો તડકો અનુભવાઇ રહ્યો છે. ગુજરાત (Gujarat) માં ઉનાળાના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે અને 11 શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળતાં આઠ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી વધુ 41 ડિગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન ભૂજમાં નોંધાયું હતું. આ ઉપરાંત નલિયા, કંડલા એરપોર્ટ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કેસોદમાં 40 ડિગ્રી, અમરેલી, વેરાવળ, દીવ, મહુવા, અમદાવાદ, ડીસા, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગર અને સુરતમાં  39, ભાવનગર અને વડોદરામાં 38, જ્યારે વલસાડમાં 36 ડિગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. 

કોરોનાના કહેર વચ્ચે ધુળેટીની ઉજવણી બની સાવ ફિક્કી, છવાયો કર્ફ્યુ જેવો માહોલ


હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 'ગુજરાતના તાપમાનમાં આગામી 48 કલાક દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર જોવા મળશે નહી, પરંતુ ત્યારબાદના 3 દિવસમાં તાપમાન 2-3 ડિગ્રી સુધી ઘટતાં ગરમીમાં સાધારણ રાહત અનુભવાશે. આગામી બે દિવસ દરમિયાન પોરબંદર, સોમનાથ, કચ્છ, દીવ અને બનાસકાંઠામાં હીટ વેવની સ્થિતિ રહેશે. 


' અમદાવાદમાં 41.7 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં 40 ની આસપાસ તાપમાન રહેશે. અમદાવાદમાં હવે 3 એપ્રિલથી ગરમીનું જોર વધશે અને તાપમાન 42 ડિગ્રી સુધી જઇ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube