Gujarat ના પારો ઉંચકાતા ઉનાળો જામ્યો, આ 10 શહેરોમાં 35 ડિગ્રીથી વધુ તાપમાન
ગુજરાત (Gujarat) માં હવે ધીમે ધીમે ઉનાળો જામી રહ્યો છે. મોડી રાતથી વહેલી સવાર સુધી થોડી ઠંડકનો અનુભવ થાય છે. તો બપોરે ઉકળાટ થતાં ગરમીનો અનુભવ થાય છે. આ વખતે ઉનાળો દેશભરમાં વધુ આકરો રહેવાનો છે તેવી આગાહી છે.
અમદાવાદ: ગુજરાત (Gujarat) માં હવે ધીમે ધીમે ઉનાળો જામી રહ્યો છે. મોડી રાતથી વહેલી સવાર સુધી થોડી ઠંડકનો અનુભવ થાય છે. તો બપોરે ઉકળાટ થતાં ગરમીનો અનુભવ થાય છે. આ વખતે ઉનાળો દેશભરમાં વધુ આકરો રહેવાનો છે તેવી આગાહી છે પણ હજુ ફાગણ માસની શરૂઆત થતાં ગરમીએ જોર પકડ્યું છે.
રાજ્યમાં દસ સ્થળોએ મહત્તમ તાપમાન 35 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું છે. સૌથી વધુ 37 ડિગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન ભુજ (Bhuj), રાજકોટ (Rajkot), કેશોદ (Keshod), અમદાવાદ (Ahmedabad), અને વડોદરા (Vadodara) માં નોંધાયું હતું.
આ ઉપરાંત, સુરેન્દ્રનગર (Surendranagar), ડીસા (Deesa), ગાંધીનગર (Gandhinagar), વલ્લભવિદ્યાનગરમાં 36 ડિગ્રી સેલ્સીયસ, સુરતમાં 35 ડિગ્રી સેલ્સીયસ, નલીયા, ભાવનગર, મહુવા, અને વલસાડમાં 34 ડિગ્રી સેલ્સીયસ, તથા કંડલા પોર્ટે ખાતે 32 ડિગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આ છે રંગીલું રાજકોટ: ફ્રેન્ડ બનવાનું કહી મહિલાએ એકાંત માણવા બોલાવ્યો અને...
આજ સમયગાળામાં લઘુત્તમ તાપમાન ઘણી જગ્યાએ સામાન્ય અને સામાન્ય કરતા સહેજ ઓછુ નોંધાયું છે. સૌથી ઓછુ 13 ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન વલસાડમાં નોંધાયું જે સામાન્ય કરતા 5 ડિગ્રી ઓછુ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) વાતાવરણમાં પલટા અને માવઠાની આગાહી (weather forecast) કરી છે. તો સાથે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, આ ઉનાળામાં સામાન્ય કરતા તાપમાન ઊંચું રહશે. જોકે, માર્ચ મહિનામાં પહેલા સપ્તાહમાં તાપમાન 38 ડિગ્રી તાપમાન નોંધાયુ છે અને આગામી દિવસમોમાં પણ ગરમીનું પ્રમાણ વધશે.
સુરત બાદ પાદરાના શિક્ષણ વિભાગમાં કોરોનાનો વિસ્ફોટ, ગત વર્ષે માર્ચમાં થઇ હતી કોરોનાની એન્ટ્રી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં 13 માર્ચથી ગરમી 40 ડિગ્રીને પાર થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારે 10 શહેરનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube