Ahmedabad New : અમદાવાદના સોલા પોલીસ તોડકાંડનો મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. સોલા પોલીસે કરેલા તોડકાંડને લઈ હાઈકોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ તપાસ રિપોર્ટ રજૂ કરવા પોલીસ કમિશનરને આદેશ કર્યો છે. આગામી સપ્તાહમાં તોડકાંડ મામલે સુનાવણી હાથ ધરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ સોલા પોલીસ તોડકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. સાથે જ આવા કેટલા પોલીસકર્મીઓ જે ગુનાઓ સાથે જોડાયેલા છે તેની વિગત આપવા હાઈકોર્ટને નિર્દેશ કર્યો છે. તેમજ આંકડાકીય માહિતી સાથે રિપોર્ટ આપવા હાઈકોર્ટે પોલીસ કમિશનરને નિર્દેશ કર્યો છે. હવે આગામી દિવસમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. પરંતું પ્રજાના રક્ષક જ ભક્ષક બનતા કિસ્સા જોઈ હાઈકોર્ટની પોલીસ સામે નારાજગી દર્શાવી.


શું છે સમગ્ર મામલો
ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ ​​​​​​અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં રાત્રિ દરમિયાન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસે આ બાબતનો ફાયદો ઉઠાવીને એક દંપતી પાસેથી પૈસા પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. દંપતી એરપોર્ટથી ટેક્સીમાં ઘરે જઈ રહ્યું હતું. તેમને રોકીને તમે જાહેરનામાનો ભંગ કર્યો છે કહીં ગુનો ન નોંધવા બે લાખની માગણી કરી હતી. અંતે 60 હજાર આપવાનું નક્કી થતા પોલીસકર્મીઓ ટેક્સીમાં બેસી ગયા અને દંપતીમાંથી યુવકને પોલીસની ગાડીમાં બેસાડી ATMમાંથી પૈસા ઉપડાવ્યા અને તે પૈસા પડાવી લીધા હતા.