કોરોના કાળમાં પણ અંધશ્રદ્ધા યથાવત, હોસ્પિટલની જગ્યાએ ભુવા પાસે ગયા અને થયું મોત
દેશ ભલે 21મી સદીના ટેકનોલોજી અને સાયન્સના યુગ તરફ હરણફાળ ભરી રહ્યો હોય પરંતુ ગુજરાતના છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લામાં હજુપણ અંધશ્રદ્ધાની કેટલીય ઘટનાઓ આજે પણ બને છે.
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર અંધશ્રદ્ધાના કારણે કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં કોરોના સંક્રમિત દર્દી હોસ્પિટલમાં જવાને બદલે ઘરે જ પોતાના ગુરુને બોલાવી વિધિ કરાવ્યા બાદ ઓક્સિઝન લેવલ ઘટી જતાં દર્દીનું મોત નીપજયું હતું. જોકે 20 દિવસ પહેલા બનેલી આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ વાયરલ વીડિયો અત્યારે વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવી છે.
દેશ ભલે 21મી સદીના ટેકનોલોજી અને સાયન્સના યુગ તરફ હરણફાળ ભરી રહ્યો હોય પરંતુ ગુજરાતના છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લામાં હજુપણ અંધશ્રદ્ધાની કેટલીય ઘટનાઓ આજે પણ બને છે. જેમાં આજે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં કોરોના ગ્રસ્ત દર્દી ન સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાને બદલે ઘરે જ તેમના ગુરુએ વિધિ કર્યા બાદ દર્દીની તબિયત વધુ લથડતા મોત નીપજયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કચ્છના આડેસર ગામે રહેતા ભવનભાઈ પ્રજાપતિ એક મહિના અગાઉ કોરોના વાયરસથી સંક્રમિત થતા તેઓ સારવાર માટે ડીસામાં રહેતા તેમના ભાઈને ત્યાં આવ્યા હતા. પરંતુ ડીસમાં કોઈ હોસ્પિટલમાં જગ્યા ન મળતાં તેઓ પાલનપુર ખાતે રહેતા બીજા ભાઈને ત્યાં ગયા હતા.
આ પણ વાંચોઃ વેપારીઓ માટે રાહતના સમાચાર, કર્ફ્યૂમાં વેપાર-ધંધાને મળી છૂટછાટ, મુખ્યમંત્રીએ કરી જાહેરાત
જો કે તે સમયે પાલનપુર માં તેમના અન્ય ભાઈના ઘરે કચ્છના રાપર ખાતે રહેતા તેમના ગુરુ ભવનભાઈની તબિયતના સમાચાર લેવા માટે આવ્યા હતા અને તે સમયે તેઓએ હોસ્પિટલમાં જવાને બદલે ગુરુ પાસે વિધિ કરાવી સાજા થઇ જકે એમ માની હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું. તે દરમિયાન ગુરુએ ચેલા માનતા કોરોનાગ્રસ્ત ભવનભાઈ ના સીધા સુવડાવી તેમના પેટ પર એક પગ મૂકી મંત્રોચ્ચાર કર્યા હતા અને તેઓ જલદી સાજા થઇ જશે તેવા આશીર્વાદ આપ્યા હતા, જો કે આ સમગ્ર વિધિના થોડાક સમય બાદ ભવનભાઈની તબિયત વધુ લથડતા તેનું મોતનું નીપજ્યું હતું.
આ પણ વાંચોઃ અમરેલી જિલ્લાના સાગરખેડૂ-માછીમાર પરિવારો સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, મદદની આપી ખાતરી
આ સમગ્ર ઘટના 20 દિવસ અગાઉની છે અને હવે 20 દિવસ પછી આ સમગ્ર ઘટના માં વિધિ કોરોનાગ્રસ્ત દર્દી પર વિધિ થતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હકીકત સામે આવી છે આ મામલે તેમના મૃતકના પરિવારજનો કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે જોકે બીજી તરફ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ આ મામલે તપાસ કરવાનું અને કંઈ તથ્ય હશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube