સુરત : ગડોદરાના દેવધ ગામમાં વિજેતા બનેલા સરપંચ ઉમેદવારની દાદાગીરી સામે આવી હતી. સમર્થકોને ધાકધમકી આપી રસ્તામાં અટકાવીને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ધનાઢ્ય ગણાતી ઓડી ગાડીનો પણ ભુક્કો બોલાવી દીધો હતો. માસ્કધારી હૂમલાખોરો દ્વારા ગાડીમાં બેસેલી મહિલાઓને પણ બહાર કાઢીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ચકચાર મચી ગઇ છે. હાલ તો હૂમલા બાદ વાતાવરણ તંગ બન્યું છે. જેના કારણે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં કાફલો ખડકી દેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JAMNAGAR: વિદ્યાર્થીઓ સાથે ફિલ્મ 3 ઇડીયટ્સને પણ ટક્કર મારે તેવું વર્તન


અમીબેન ઉર્ફે અંજનાબેન કે જેઓ ઇજાગ્રસ્ત થયા છે તેમણે જણાવ્યું કે, હાલમાં જ ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામ આવ્યા હતા. અમે વનિતાબેન પટેલના સપોર્ટર છીએ. જ્યારે અમારી સામે હરગોવિંદભાઇ રબારીનો પરિવાર હારેલા શિલ્પાબેનનું સમર્થકો હતા. અમને પણ તેમને સમર્થન આપવા દબાણ કરાયું હતું અને ઘરે આવીને ધમકી પણ આપી હતી. પરિણામ જાહેર થતા વનિતાબેન વિજેતા જાહેર થયા હતા. જેથી રબારીઓ અમારા ઘરમાં ઘુસીને અમારી સાથે ગેરવર્તણુંક કરી હતી. ગંદી ગાળો આપીને અમને મારી નાખવાની ધમકી પણ આપી હતી. 


ગુજરાતને આ શું થવા બેઠું છે? 11 વર્ષની એક બાળકીને નરાધમ ઉઠાવી ગયો અને પછી...


આ ઘટના બાદ અમે અમારી ઓડી કારમાં પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે જઇ રહ્યા હતા. આ અંગે માહિતી મળતા તેઓ દ્વારા અમારા પર હૂમલો કરવામાં આવ્યો હતો. અડધા રસ્તે માસ્ક ધારી રબારીઓએ અમને માર માર્યો હતો. ચપ્પુ જેવા સાધનો પણ તેમની પાસે હતા. બચાવવા ગયેલા 5 લોકોને માર મારી ગામમાં પોતાનું વર્ચસ્વ હોવાનો દેખાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો રબારી સમાજના બે ભાગ પડી ગયા છે. જેથી હારી ગયેલા ઉમેદવારના સપોર્ટરોએ વિજેતા ઉમેદવારનાં સમર્થકોને રોકીને માર માર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube