ગુજરાત : સુપ્રિમ કોર્ટે વર્ષ 2002માં બહુચર્ચિત નરોડા પાટિયા કાંડના મામલામાં દોષિત ચાર લોકોને જમાનત પર છોડવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કરેલા ચાર લોકોમાં ઉમેશ ભરવાડ, પ્રકાશ રાઠોડ, હર્ષદ અને રાજકુમાર સામેલ છે. ગુજરાતમાં ગોધરા હત્યાકાંડ ભાદ ફાટી નીકળેલા કોમી રમખાણો બાદ અમદાવાદ નરોડા પાટિયા વિસ્તારમાં અલ્પસંખ્યક સમુદાયના અંદાજે 97 લોકોની હત્યા કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલામાં સુપ્રિમ કોર્ટના જસ્ટિસ જેએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી પીઠે મંગળવારે ચાર મુખ્ય દોષીઓને જમાનત આપી હતી. આ દરમિયાન પીઠે કહ્યું કે, તેમને આરોપી વ્યક્ત કરાવવા પર સંદેહ છે. આ મામલામાં હજી મોટી ચર્ચાનો અવકાશ છે. તેથી તેમને જમાનત પર મુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ દોષીઓને આઈપીસીની ધારા 436 અંતર્ગત દોષી ગણાયા હતા. 


શું છે નરોડા પાટીયા કેસ
ગુજરાતમાં 2002માં ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનોમાં અમદાવાદના નરોડા પાટીયા વિસ્તારમાં 97 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ નરસંહાર 28 ફેબ્રુઆરી, 2002ના રોજ થયો હતો. આ હુમલામાં 33 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન હત્યાકાંડના એક દિવસ બાદ થઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદે 28 ફેબ્રુઆરી, 2008ના રોજ બંધનું આહવાન કર્યું હતું. આ દરમિયાન નરોડા પાટિયા વિસ્તારમાં ઉગ્ર ભીડે અલ્પસંખ્યક સમુદાયના લોકો પર હુમલો કર્યો હતો. આ કેસ ઓગસ્ટ 2009માં શરૂ થયો, અને 62 આરોપીઓની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 


ગત વર્ષે આ મામલે ગુજરાત હાઈકોર્ટે બજરંગ દળના નેતા બાબુ બજરંગીને દોષી જાહેર કર્યા હતા, જ્યારે કે પુરાવાના અભાવે ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાનીને મુક્ત જાહેર કર્યા હતા.