નરોડા પાટીયા હત્યાકાંડના આરોપી બાબુ બજરંગીના સુપ્રીમ કોર્ટે કર્યા જામીન મંજૂર
નરોડા પાટીયા હત્યાકાંડમાં ટ્રાયલ કોર્ટ દ્વારા બાબુ બજરંગીને આજીવન કેદની સજા ફટકારી હતી. જે સજાને ગુજરાત હાઇકોર્ટ એપ્રિલ 2018માં 21 વર્ષની સજા કરી દેવામાં આવ હતી.
અમદાવાદ: 2002ના નરોડા પાટીયા કેસમાં બાબુ બજરંગીએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં બાબુ બજરંગીએ સ્વાસ્થ્ય નબળું હોવાનું જણાવ્યું હતું. જેને લઇ સુપ્રીમ કોર્ટે તેની જામીન અરજી મંજૂર કરી દીધી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે બાબુ બજરંગીના મેડિકલ રિપોર્ટ મંગાવ્યા હતા.
નરોડા પાટીયા હત્યાકાંડમાં ટ્રાયલ કોર્ટ દ્વારા બાબુ બજરંગીને આજીવન કેદની સજા ફટકારી હતી. જે સજાને ગુજરાત હાઇકોર્ટ એપ્રિલ 2018માં 21 વર્ષની સજા કરી દેવામાં આવ હતી. ઉલ્લેખનીય છે કે, બાબુ બજરંગી દ્રષ્ટી, સાંભળવાની શક્તિ ઉપરાંત હૃદયરોગ સહિતની બીમારીઓથી પીડાઇ રહ્યાં છે. આ અગાઉ પણ 2014માં આંખની સારવાર માટે હાઇકોર્ટે બાબુ બજરંગીના જામીન મંજૂર કર્યા હતા. આંખની સારવાર માટે જામીન અરજી કરી હતી. આ પહેલા પણ ગુજરાત હાઇકોર્ટે પિતાની સારવાર માટે બાબુ બજરંગીને 10 દિવસના જામીન આપ્યા હતા.