Teesta setalvad: સુપ્રીમ કોર્ટે તીસ્તા સેતલવાડને આપ્યા વચગાળાના જામીન, કોર્ટે કહ્યું- `મહિલા બે મહિનાથી જેલમાં છે`
Teesta Setalvad, Supreme Court: સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત સરકારે અમને જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટને આ મામલે સુનાવણી કરવાની મંજૂરી આપવામાં આવે. જ્યાં રાજ્ય સરકારને જવાબ આપવા માટે છ સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો.
અમદાવાદ: સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને આખરે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટમાં તિસ્તાએ નીચલી કોર્ટ અને હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ગુજરાત રાજ્ય અને તિસ્તાના વકીલોની દલીલો સાંભળી છે અને જાણ્યું છે કે તિસ્તા બે મહિનાથી વધુ સમયથી જેલમાં છે અને આ અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત સરકારે અમને જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટને આ મામલે સુનાવણી કરવાની મંજૂરી આપવામાં આવે. જ્યાં રાજ્ય સરકારને જવાબ આપવા માટે છ સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube