Gujarat Highcourt : સુપ્રીમ કોર્ટે 27 અઠવાડિયાની ગર્ભવતી મહિલાને ગર્ભપાતની મંજૂરી આપી છે. કોર્ટે પોતાની સંવૈધાનિક શક્તિઓનો ઉપયોગ કરીને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે અને હવે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે, ગુજરાત હાઈકોર્ટે 17 ઓગસ્ટના રોજ પીડિત મહિલાની ગર્ભપાતની અરજી ફગાવી દીધી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે મેડિકલ રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં ટાંકવામાં આવ્યું હતું કે, આ સ્ટેજ પર મહિલાની પ્રેગનેન્સી ટર્મિનેટ કરાઈ શકે છે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે જો, ભ્રુણ જીવિત રહે તો તેને ઈન્ક્યુબેટરમાં રાખવું અને એ સુનિશ્ચિત કરવું કે તે જીવે. સરકારની જવાબદારી રહેશે કે, કાયદા હેઠળ બાળકને દતક લઈ શકાય. સામાન્ય રીતે કાયદા અનુસાર દુષ્કર્મ પીડિતાને 24 અઠવાડિયા સુધી ગર્ભપાતની છૂટ છે. પરંતુ આ કેસમાં સુપ્રીમ કોર્ટે તેના ખાસ અધિકારનો ઉપયોગ કરીને ગર્ભપાતની છૂટ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે ગુજરાતની એક દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે, ભારતીય સમાજમાં વિવાહ સંસ્થામાં ગર્ભાવસ્થા એક કપલ અને સમાજ માટે ખુશીનું માધ્યમ છે. જોકે, જ્યારે કોઈ મહિલા પોતાની ઈચ્છા વગર ગર્ભવતી બને છે, તો મહિલાના માનસિક સ્વાસ્થય પર મોટી અસર કરે છે. 


હર હર મહાદેવનો નાદ કર્યો અને આ ગુજરાતીઓને મોત આવ્યુ, ઉત્તરાખંડ અકસ્માત પહેલાનો video


પીડિયાના મેડિકલ રિપોર્ટ પર ધ્યાન આપતા જસ્ટિસ બીવી નાગરત્ના અને ઉજ્જવલ ભુઈયાની પીઠે જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ અરજીને ફગવાવી યોગ્ય ન હતી. 


ઉલ્લેખનીય છે કે આ પહેલા 19 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ મેડકિલ બોર્ડ પાસેથી લેટેસ્ટ રિપોર્ટ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટે આ મામલા પર સુનવણી કરીને લાંબો સમય બગાડ્યો છે. 


આણંદના કલેક્ટરને હનીટ્રેપ કેસમાં આરોપીઓએ સળગાવ્યો હતો સ્પાય કેમેરો, બળેલા અવશેષ મળ્ય


આ કેસમાં પીડિતા 25 વર્ષની છે અને તેણે સર્વોચ્ચ અદાલતમાં ગર્ભપાત માટે અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટ સરકારી નીતિનો હવાલો આપીને અને મેડિકલ જોખમના આધાર પર પીડિતાની અરજીને નકારી કાઢી હતી. ગુજરાત હાઈકોર્ટના આ આદેશ બાદ પીડિતાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જેના પર સુનાવણી થઈ હતી. 


RTO નો નવો નિયમ : જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં કરે, હવે કોણ કરશે તે જાણો