સુપ્રીમ કોર્ટના નવા જસ્ટિસ માટે 9 નામોનું લિસ્ટ તૈયાર થયું, ગુજરાતના 2 નામ સામેલ
- સીજેઆઈ એનવી રમનાના નેતૃત્વવાળા કોલેજિયમ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ માટે 9 નવા જજના નામની ભલામણ કરી
- આ યાદીમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીનું નામ સામેલ છે
ઝી મીડિયા/બ્યૂરો :સુપ્રીમ કોર્ટના જજ તરીકે માટે નવ નામની ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ (Supreme court) ની કોલેજીયમે નવ નામની ભલામણ કરી છે. જે ભલામણ કરવામાં આવી છે તેમાં ત્રણ મહિલા જજનો સમાવેશ થયો છે. જે ગુજરાતથી બે જસ્ટિસના નામની ભલામણ થઈ છે. આ યાદીમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથનું નામ પણ સામેલ છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીનું નામ સામેલ છે. મહિલા જજમાં કર્ણાટક હાઈકોર્ટના બીવી નાહરથ્ના અને તેલંગાણાના હિમા કોહલીનો સમાવેશ થયો છે. તો જસ્ટિસ બી.વી નાગરથના 2027 ભારતના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનશે.
આ પણ વાંચો : દિવસમાં બે વાર પાણીમાં સમાઈ જાય છે ગુજરાતનું આ મંદિર, દરિયા કાંઠે બેસીને ભક્તો જુએ છે આ નજારો
સીજેઆઈ એનવી રમનાના નેતૃત્વવાળા કોલેજિયમ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ માટે 9 નવા જજના નામની ભલામણ કરી છે. આ નામોમાં ત્રણ મહિલા જજ પણ સામેલ છે. જેમાં જસ્ટિસ બીવી નાગરત્ના, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ બેલા ત્રિવેદીનું નામ પણ સામેલ છે. હાલ જસ્ટિસ બીવી નાગરત્ના કર્ણાટક હાઈકોર્ટમાં, જસ્ટિસ હિમા કોહલી તેલંગાના હાઈકોર્ટમાં અને જસ્ટિસ બેલા ત્રિવેદી ગુજરાત હાઈકોર્ટમાં જજ છે.
લિસ્ટમાં કયા કયા નામ સામેલ
પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈ નવેમ્બર 2019 માં નિવૃત્ત થયા બાદથી કોલેજિયમમાં કેન્દ્ર સરકારે નિયુક્તિ માટે એક પણ નામની ભલામણ મોકલી ન હતી. ન્યાયમૂર્તિ નરીમનના 12 ઓગસ્ટના રોજ સેવા નિવૃત્ત થયા બાદથી સુપ્રીમ કોર્ટમાં 9 જજની જગ્યા ખાલી હતી. પરંતુ આજે 18 ઓગસ્ટે ન્યાયમૂર્તિ નવીન સિન્હા પણ સેવાનિવૃત્ત થઈ જશે. જેના બાદ 10 લોકોની જગ્યા સુપ્રીમ કોર્ટમાં ખાલી થઈ જશે. આ માટે કોલેજિયમ તરફથી જે નામ કેન્દ્ર સરકારે નિયુક્તિ માટે મોકલવામાં આવ્યા છે, તે આ મુજબ છે.
આ પણ વાંચો : ફરી એકવાર આવી સરકારની નોકરીની તક, ગુજરાતની આ નગરપાલિકામાં ખૂલી છે ભરતી
- કર્ણાટક હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બીવી નાગરત્ના, જેઓ દેશના પહેલા મહિલા સીજેઆઈ બની શકે છે
- તેલંગના હાઈકોર્ટના હિમા કોહલી
- ગુજરાત હાઈકોર્ટના બેલા ત્રિવેદી
- કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ અભય શ્રીનિવાસ
- ગુજરાતના વિક્રમનાથ
- સિક્કીમના જિતેન્દ્ર કુમાર માહેશ્વરી
- કેરળના રવિકુમાર અને એમએમ સુંદરેશ
ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં એક મહિલા સીજેઆઈની માંગ ઉઠતી રહી છે. પૂર્વ ચીફ જસ્ટિસ એસએ બોબડેએ પોતાના રિટાયર્ડમેન્ટ પહેલા કહ્યું હતું કે, ભારતમાં લાંબા સમયથી એક મહિલા ચીફ જસ્ટિસ નિયુક્ત થવાનો સમય આવી ગયો છે. ગત એપ્રિલ મહિનામાં આયોજિત એક કાર્યક્રમમાં એસએ બોબડેએ કહ્યું કે, આપણા માટે મહિલાઓનું હિત સર્વોપરી છે. આપણે તેને વધુ સારી રીતે લાગુ કરી શકીએ છીએ. આપણને માત્ર સારા ઉમેદવારની રાહ છે.