હિતેન વિઠ્ઠલાણી/દિલ્હી :કોંગ્રેસ નેતા અને પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ (Hardik Patel) ને સુપ્રિમ કોર્ટથી મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે (Supreme Court) 2015માં ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે થયેલી હિંસાના મામલામાં હાર્દિક પટેલને 6 માર્ચ સુધી આગોતરા જામીન આપ્યા છે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે પાટીદાર આંદોલનમાં હિંસાના મામલામાં પોતાની વિરુદ્ધ દાખલ કેસને રદ કરવાની અનુરોધ કરતી હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. 


પઠાણ દંપતી પાસે ચરસના સફેદ લાડુ જોઈને ચોંકી અમદાવાદ પોલીસ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ ઉદેય ઉમેશ લલિત અને વિનીત સારનની બેન્ચે ગુજરાત સરકારને આ નોટિસ જાહેર કરી છે. બેન્ચે ગુજરાત સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, કેસ 2015થી દાખલ કરવામાં આવ્યો હતો અને હજી આ મામલામાં તપાસ પેન્ડિંગ છે. તમે પાંચ વર્ષથી આ કેસને દબાવી શક્તા નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક