મયુર સંધિ/સુરેન્દ્રનગર: રાજ્યભરમાં લંપી વાઈરસ કાળો કહેર વરસાવી રહ્યો છે. ગુજરાતના અનેક ગામડામાં હજારો પશુઓના મોત થયા છે, જેના કારણે માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારી રહી છે. સુરેન્દ્રનગરના લંપી વાઇરસના કહેરના પગલે સુર સાગર ડેરીમાં 20% દૂધ ઉત્પાદન ઘટ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરેન્દ્રનગર સહિત ગુજરાત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં લંપી વાઇરસના કહેરના પગલે રાજ્યભરમાં દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. સુરેન્દ્રનગરની સુર સાગર ડેરીમાં તો 20% દૂધ ઉત્પાદન ઘટ્યું છે. જિલ્લામાં લંપી વાઇરસના પગલે પશુઓના ટપોટપ મોત નિપજી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લંપી વાઇરસથી પીડિત 1200 પશુઓની સારવાર કરવા માટે માત્ર એક પશુ એમ્બ્યુલન્સ છે. અહીં ડૉક્ટરી સ્ટાફનો પણ અભાવ હોવાનું જણાઈ રહ્યું છે. જેના કારણે જિલ્લામાં લંપીના કહેરથી ટપોટપ પશુઓના મોત નિપજી રહ્યા છે. મૃતક પશુઓનું સર્વે હાથ ધરી અને સરકાર સહાય ચૂકવે તેવી જિલ્લાના પશુપાલકો માંગ કરી રહ્યા છે. અને જો સહાય નહિ ચૂકવાઈ તો માલધારીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 


ગાયના મોત પર રાજકારણ
સમગ્ર કચ્છમાં જ્યારે ગાયોમાં લંમપી રોગનો હાહાકાર મચેલો છે. હજારો ગાયોના મોત થયા છે. ખુદ મંત્રી અને મુખ્યમંત્રી પણ દોડી અને સમીક્ષા કરવી પડી છે. એ સમયે પણ હજારોના મોતનો આંક સામે ફક્ત 1200 મોત થયા હોવાના સરકારી આંકડાઓ જાહેર થયેલા છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા જે માલધારીઓના ગાયોના મોત થયા છે તેની સહાય મળે એ માટે ફોર્મ પણ ભરવામાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં ગૌમાતાઓ મોતને ભેટી હોવાના આક્ષેપ પણ કોંગ્રેસ પ્રદેશ મંત્રીએ કર્યો છે. આમ ગાયોના મોતમાં પણ રાજકારણ રમાઈ રહ્યું છે.


જામનગરમાં ગ્રામજનોની અનોખી માનવતા
જામનગરના ગાયોમાં લંપી વાયરસ મામલે ગ્રામજનોની અનોખી માનવતા જોવા મળી છે. મતવા ગામના સરપંચ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લંપી વાયરસથી મૃત્યુ પામેલી ગાયના રઝળતા મૃતદેહોના યોગ્ય નિકાલ બાબતે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. લંપીથી મોત બાદ જો કોઈ પશુપાલક દ્વારા ગાયને રઝળતી હાલતમાં મુકાશે તો ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા 5000 નું દંડ કરાશે. સરપંચ અને ગ્રામજનોએ સાથે મળીને લંપીથી મૃત્યુ પામેલી ગાયો માટે ખાડો બનાવી, મીઠું નાંખી યોગ્ય દફનવિધિ અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે.


17 જિલ્લામાં પહોંચ્યો લમ્પી 
અડધા ગુજરાતમાં હવે લમ્પી વાયરસ પહોંચી ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છથી શરૂ થઈને હવે દક્ષિણ ગુજરાત સુધી લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ન જાણે આ વાયરસે ગુજરાતના કેટલાય પશુધનનો ભોગ લીધો છે. ગાયોની લાશોના ઢગલા કર્યાં છે. ગુજરાતના 16 થી વધુ જિલ્લામાં હવે લમ્પી વાયરસે પગપેસારો કરી દીધો છે. જેથી પશુપાલકો ચિંતામાં મૂકાયા છે. પોતાના પશુઓને તેઓ મોતના મુખમાં જતા જોઈ રહ્યાં છે. સરકારનું વેક્સીનેશન અભિયાન પણ વાયરસને ફેલાતો રોકવા કામમાં આવી રહ્યુ નથી. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસ દેખાતા તંત્ર દોડતુ થયુ છે. તો સાબરકાંઠામાં પણ એક પશુમાં લમ્પી દેખાતા સ્થાનિકોએ ટેન્શનમાં મૂકાયા છે. આવામાં રાજકોટમાં પશુઓના વેપાર, પશુમેળા તેમજ પશુ પ્રદર્શન પર 21 ઓગસ્ટ સુધી પ્રતિબંધ મૂકી દેવાયો છે. 


અમરેલી જિલ્લામાં લંપી વાયરસનો કહેર
અમરેલી જિલ્લામાં લંપી વાયરસનો કહેર સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે સૌથી વધારે લીલીયા તાલુકામાં લંપી વાયરસના કેસ આવી રહ્યા છે.પશુપાલન વિભાગ દ્રારા લીલીયા તાલુકાસમાં 125 જેટલા કેસ લંપી વાયરસના હતા, જેમાં 7 પશુઓના મોત થયા હતા. બાકીના રસીકરણને લીધે રિકવર થઈ ગયા છે.


લંપી વાયરસનો પ્રથમ કેસ લીલીયા તાલુકાના ખારા ગામે આવ્યો હતો. ત્યારે અમે ખારા ગામની મુલાકાત લીધી અને તપાસ કરી તો ખારા ગામે પશુપાલકની બે ગાયો લંપી વાયરસમાં મૃત્યુ પામી છે અને તેમનો ધંધો ભાંગી પડ્યો છે. માત્ર પશુપાલન ઉપર જ વ્યવસાય કરતા અને ગાયના દૂધમાંથી પેંડા બનાવીને વેચવાનું કામ કરી રહેલા આ પરિવાર પાસે હવે નવી ગાય લેવાના પૈસા નથી. રૂપિયા બે લાખની એક ગાય એવી બે ગાયો મૃત્યુ પામતા તેઓ નિરાશ થઈ ગયા છે.  સરકાર પાસે વળતરની માંગણી પણ કરી રહ્યા છે. જો કે આ પશુપાલકના બીજા પશુઓ લંપી વાયરસ ની વેકસીન ના લીધે બચી ગયા છે તેમની ખુશી છે.


લીલીયા તાલુકાના ખારા ગામે પશુધનમાં અને ખાસ કરીને ગાયોમાં લંપી વાયરસ આવ્યો છે અને હજુ પણ અનેક પશુઓ એવા છે કે જેની સારવાર કરવા માટે પશુપાલન વિભાગની ટીમને દોડી આવવું પડે છે. ત્યારે લીલીયા તાલુકાના 12,000 પશુધનને લંપી વાયરસની વેક્સિન મૂકવાની હોય જેમાં 5000 પશુધનને વેક્સિનેશનનું કામ પૂર્ણ થયું છે, અને બાકી છ થી સાત હજાર પશુઓને વેક્સિન મૂકવાની બાકી છે, જે વેક્સિન ઉપલબ્ધ થઈ છે અને આગામી સમયમાં એટલે કે એક જ અઠવાડિયામાં આ વેકસીનનું કામ સો ટકા પૂર્ણ કરી દેવાનું પશુ ચિકિત્સક અધિકારી જણાવી રહ્યા છે. જેમાં 37 ગામમાંથી 16 જેટલા ગામમાં લંપીના કેસ નોંધાયા છે. જેમાં 16 ગામમાં વેક્સિનેશનનું કામ પૂર્ણ કરી ચૂક્યા છે. લીલીયા તાલુકામાં 125 જેટલા લંપી વાયરસના કેસ નોંધાયા હતા. જેમાં સાત પશુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ખરા ગામે જુના કેસની સારવાર શરૂ છે. દવા ઇન્જેક્શન અને વાઇન ચડાવવાની પણ કામગીરી શરૂ છે.


લંપી વાયરસ સમગ્ર ગુજરાતમાં પશુઓમાં ધીમે ધીમે પ્રસરી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ લંપી વાયરસ ધીમે ધીમે પગ પેસરો કરી રહ્યો છે. અમરેલીના લીલીયા તાલુકામાં 16 જેટલા ગામોમાં લંબી વાયરસના લક્ષણો પશુઓમાં જોવા મળી રહ્યા છે, ત્યારે તંત્ર પણ આ બાબતે જરૂરી પગલાં લઇ રહ્યા છે અને લંપી ગ્રસ્ત વિસ્તારની અંદર પશુઓને ઝડપથી લંપી વાયરસની વેક્સિન મળી રહે તેવું આયોજન કર્યું છે. અમરેલી જિલ્લામાં પૂરતા પ્રમાણમાં લંબી વાયરસની વેક્સિન નો જથ્થો છે. લીલીયા તાલુકામાં 125 જેટલા mp વાયરસના કેસો જોવા મળી રહ્યા હતા. જેમાંથી સાત પશુઓના મોત થયા હતા. પરંતુ સમયસર પશુઓને વેક્સિન મળી જતા હાલ મોટાભાગના પશુઓ લંપી વાયરસથી રિકવર થઈ રહ્યા છે.