ચેતન પટેલ/સુરત: સુરતમા ફરી એક વખત ઇમાનદારી સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમા એક નોકરિયાત વર્ગના યુવાને રસ્તા પર પડેલા કચારાના ડબ્બા પાસેથી મળેલા દસ લાખ રુપિયા મૂળ માલિકને પરત કર્યા હતા. જેના ફળ સ્વરુપે મુળ માલિકે આ યુવાનને રૂપિયા 2 લાખ ઇનામ સ્વરૂપે ભેટ આપ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા દિલીપ પોદ્દાર પાર્લેપોઇન્ટ ખાતે આવેલ કાપડના શો રૂમમાં કામ કરે છે. પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. ત્રણ દિવસ અગાઉ દિલીપ ઘરેથી જમીન પોતાના શો રૂમ પર જતો હતો. દરમિયાન તેને કચરાપેટીની બાજુમાથી એક થેલી નજરે પડી હતી. શરુઆતમા તેને એમ હતુ કે, થેલીમા મોબાઇલ હશે. જેથી તેને થેલી ઉચકી તેની તપાસ કરી હતી. તપાસ કરતા તેની આખો પહોળી થઇ ગઇ હતી. કારણ કે થેલીમા મોબાઇલ નહિ પરંતુ રોકડા રુ 10 લાખનું બડલ હતુ.


ભાજપના રાજમાં ન્યાય નથી મળતો કહી BJPના જ નેતાએ કરી ઇચ્છામૃત્યુની માગ


પૈસા જોતા તે તુંરત તેના શો રુમ પર પહોચીં મેનેજરને આ અંગે જાણ કરી હતી. જો કે મેનેજરે જેના રૂપિયા હશે એ લઇ જશે એમ કહી તેને આ રૂપિયા ઘરે મુકી આવવા જણાવ્યુ હતુ. દિલીપે આ અંગે તેના પાડોશીઓને પણ જાણ કરી હતી કે તેને દસ લાખ રુપિયા મળ્યા છે. લોકોએ તેને પોલીસ મથકે જઇ રૂપિયા આપવા જણાવ્યુ હતુ. જો કે તેની હિમ્મત થઇ ન હતી.


ચૂંટણી પહેલા વાઈરલ પત્રિકામા જયશ્રીબેન પટેલ અને આશા પટેલના નામે માછલા ધોવાયા


રસ્તા પરથી રૂપિયા દસ લાખ મળ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા આ વાત પોલીસ સુધી પહોચી હતી. જેથી પોલીસનો કાફલો દિલીપને ત્યા પહોંચ્યો હતો. જ્યાં દિલીપે પોતાની પાસે પૈસા હોવાનુ જણાવતા પોલીસ તેને લઇ ઉમરા પોલીસ મથકે આવી પહોંચી હતી. બાદમા પોલીસે પાર્લેપોઇન્ટ વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવી તપાસ દરમિયાન પોલીસે ઘણી કારો સ્કેનીંગ કરી હતી અને બાદમા મુળ માલિક મળી આવ્યો હતો.


સાંસદે દત્તક લીધેલા ગામની સ્થિતિ : એકે કર્યો હરણફાળ વિકાસ, તો બીજા ગામમાં ફરક્યા પણ નહિ


પોલીસ કાર નંબરના આધારે જવેલર્સના શો રુમ પર પહોંચી હતી. જ્યા જવેલર્સ માલિક હદય પચ્ચીગરે વાતનો સ્વીકાર કર્યો હતો કે, તેમને ત્યાં ગામડેથી આવતા ગ્રાહકના રૂપિયા કારમાંથી પડી ગયા. જો કે તેઓએ આ અંગે પોલીસમાં જાણ કરવાની ના પાડી દીધી હતી. જે મહિલા ગ્રાહક દુકાને આવી રહી હતી તેમના પુત્રએ પીચકારી લેવાની જીદ કરી હતી. જેથી કારમાથી ઉતરતીવેળાએ આ રૂપિયાના બંડલ પડી ગયા હતા. જે રીતે દિલીપભાઇએ ઇમાનદારી બતાવી હતી તેને લઇ મુળ માલિકે પણ ઇમાનદારી સ્વરૂપે બે લાખનું ઇનામ આપ્યુ હતુ.