તેજશ મોદી, સુરત: કોરોનાની બીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઈ રહી છે. સુરતમાં 14 દિવસની બાળકીએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો. માતા પોઝિટિવ આવતા બાળકીને જન્મ બાદ કોરોના થઈ ગયો હતો. બાળકી ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. બાળકીનો જીવ બચાવવા માટે પૂર્વ મેયરે પણ પ્લાઝમા ડોનેટ કર્યું હતું પરંતુ આમ છતાં બાળકીને બચાવી શકાય નહીં. વ્હાલીસોયીને હૈયે લગાવીને પિતાએ આક્રંદ કર્યું જેનાથી કઠણ કાળજાના લોકોની પણ આંખો ભીની થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ સુરતના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં આ 14 વર્ષની બાળકી સારવાર હેઠળ હતી. કોરોનાની આ નવી લહેર બાળકો માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહી છે. છેલ્લા 30 દિવસમાં 10 વર્ષ સુધીના 286 બાળકો કોરોનાની ચુંગલમાં સપડાયા છે. જેમાંથી આ 14 વર્ષની બાળકી સહિત ત્રણ જેટલા બાળકો મોતને ભેટ્યા છે. અનેક હોસ્પિટલોમાં બાળકો વેન્ટિલેટર અને ઓક્સિજન પર સારવાર હેઠળ છે. 


આ 14 વર્ષની બાળકીના પિતાએ પોતાની વ્હાલીસોયીને હૈયે લગાવીને હૈયાફાટ આક્રંદ કર્યું. તેમણે કહ્યું કે જેનું કન્યાદાન કરવાના સપના જોયા હતા તેનું હવે તર્પણ કરવું પડશે. બાળકીનું નામ યશ્વિનીબા પાડવાની ઈચ્છા હતી પરંતુ હજુ તો નામ પણ નહતું પાડ્યું અને તે જતી રહી. 


વધુ વિગતો માટે જુઓ VIDEO


Corona: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઓક્સિજનની ડિમાન્ડ વધી, લોકોના જીવ બચાવવા સરકારે લીધો મોટો નિર્ણય 


Coronavirus: અનેક સાધુ સંતોમાં કોરોનાના લક્ષણો, નિરંજની અખાડાએ કુંભના સમાપનની કરી જાહેરાત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube