Surat ની સ્કૂલોમાં કોરોનાનો ફફડાટ, 15 વિદ્યાર્થી અને 5 શિક્ષકો આવ્યા પોઝિટિવ
સુરતમાં કોરોના કેસમાં વધારો થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં સુરતમાં શાળાઓ સુધી કોરોના પહોંચી જતા શાળા સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે.
તેજશ મોદી/ સુરત: રાજ્યમાં કોરોનાના (Coroanvirus) કેસમાં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સુરતમાં (Surat) એક જ દિવસમાં કુલ 161 કેસ નોંધાયા છે. જેમાં અઠવા અને રાંદેર ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જો કે, હાલ 130 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
સુરતમાં કોરોના કેસમાં (Surat Corona Case) વધારો થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં સુરતમાં (Surat) શાળાઓ (School) સુધી કોરોના પહોંચી જતા શાળા સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ (Students) તેમજ વાલીઓમાં કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. સુરમાં 15 વિદ્યાર્થી અને 5 શિક્ષકો (Teachers) કોરોના પોઝિટવ (Corona Positive) આવ્યા છે.
આ પણ વાંચો:- Corona: રાજ્યમાં કોરોના બેકાબૂ, આશરે ત્રણ મહિના બાદ સૌથી વધુ કેસ નોંધાયા
સુરતના સેન્ટ્રલ ઝોનમાં 2 વિદ્યાર્થીઓ (Students) પોઝિટિવ આવ્યા છે. રાંદેર ઝોનમાં 1 વિદ્યાર્થી અને 1 શિક્ષક પોઝિટિવ આવ્યા છે. વરાછા એમાં 2 વિદ્યાર્થી અને 3 શિક્ષક (Teachers), અઠવામાં 1 શિક્ષક અને 1 વિદ્યાર્થી, લિંબાયતમાં 3 અને કતારગામમાં 4 વિદ્યાર્થીઓ પોઝિટિવ (Corona Positive) આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube