ચેતન પટેલ, સુરત: સુરતી ગર્લે (Surat Girl) ફરી એકવાર સમગ્ર દેશમાં નામ રોશન કર્યું છે. ખાસ કરીને આગ્રા (Agra) માં યોજાયેલા ટીન ઇન્ડિયા કોમ્પિટિશનમાં માત્ર 16 વર્ષની શ્રદ્ધા પટેલે (Shradhha Patel) ક્રાઉનનો (Crown) ખિતાબ પોતાના નામે કરી સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે. બ્યુટી કોન્ટેસ્ટમાં 1 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. જેમાં શ્રદ્ધા (Shradhha Patel) એ તમામ ને પછાડી ને પોતે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત (Surat) ના સિટીલાઈટ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય શ્રદ્ધા પટેલ (Shradhha Patel) નાનપણથી જ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાનો શોખ હતો. પોતે ધો 11 કોમર્સમાં અભ્યાસ પણ કરે છે. હાલમાં જ આગ્રા (Agra) ખાતે ટીન ઇન્ડિયા નામની બ્યુટી કોન્ટેસ્ટ રાખવામાં આવી હતી. આ કોન્ટેસ્ટમાં 13 વર્ષ થી 19 વર્ષની યુવતીઓ ભાગ લઈ શકે છે.આ બ્યુટી કોન્ટેસ્ટમાં દેશના વિવિધ રાજ્યોમાંથી એક હજારથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં શ્રદ્ધા પણ એક સ્પર્ધક હતી. 

Limkheda અને GHOGHMBA BJP ના WhatsApp ગ્રુપમાં શેર કર્યા અશ્લીલ ફોટા, મહિલા હોદ્દેદારો ટપોટપ થયા લેફ્ટ


એક હજાર વચ્ચે જીત મેળવવી એ શ્રદ્ધા (Shradhha Patel)માટે એક ચેલેન્જ હતી. જે ચેલેન્જને સ્વીકારી શ્રદ્ધાએ મહેનત કરી હતી. શરૂઆત માં 1000માંથી 50 સ્પર્ધકો ને આગલા રાઉન્ડ માટે પસંદ કરાયા હતા. જેમાં શ્રદ્ધા (Shradhha Patel) ની પણ પસંદગી થઈ હતી. બાદમાં આ 50 વચ્ચે કેટ વોક, જનરલ નોલેજ સહિત અલગ અલગ 4 રાઉન્ડ  રાખવામાં આવ્યા હતા. આ ચારેય રાઉન્ડમાં શ્રદ્ધા એ બાજી મારી હતી અને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તેને ઇનામમાં ક્રાઉન (Crown) પણ આપવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube