સુરતના 18 વર્ષીય યુવકે છ વ્યક્તિઓને નવ જીવન આપ્યું, હ્રદય, કિડની, લિવર અને ચક્ષુના દાન કર્યું

હિરલ વિજયભાઈ મહીડાના પરિવારે બ્રેઈનડેડ હિરલના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
ચેતન પટેલ/સુરત: શહેરમાંથી વધુ એક અંગદાનની ઘટના સામી આવી છે. 2022ના છેલ્લા દિવસે 18 વર્ષના યુવકના હ્રદય, કિડની, લિવર અને ચક્ષુના દાન કરવામાં આવ્યાં છે. 18 વર્ષીય યુવકનું હ્રદય અંકલેશ્વરના 17 વર્ષીય યુવકમાં ધબકતું કરવામાં આવ્યું છે. સાથે સુરતમાંથી 2023માં છ વ્યક્તિઓને નવા અંગો મળતાં નવા વર્ષે નવો ઉજાસ પથરાયો છે. હિરલ વિજયભાઈ મહીડાના પરિવારે બ્રેઈનડેડ હિરલના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે
રાંદેર વિસ્તારમાં રહેતો હિરલ 29 ડિસેમ્બરના રોજ સવારે ઘરેથી એલ.પી.સવાણી રોડ, મધુવન સર્કલ પાસે આવેલ પ્રો-બાબર સલુનમાં કામ પર જઈ રહ્યો હતો, ત્યારે સવારે સાડા દસ કલાકે રામ નગર સર્કલ પાસે બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડની પાસે તેની મોટર સાઇકલ સ્લીપ થઇ જતા હિરલ મોટરબાઈક પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. તેને તાત્કાલિક નજદીકમાં આવેલ લાઈફલાઈન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું.
આ પણ વાંચો:
યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર
કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય
છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!
પરિવારજનોએ વધુ સારવાર માટે તેને કિરણ હોસ્પીટલમાં સારવાર હેઠળ દાખલ કર્યો. જ્યાં 30 ડિસેમ્બરના રોજ હિરલને બ્રેઈનડેડ જાહેર કર્યો.પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય સુરતની મહાવીર હોસ્પીટલને, કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા.દાનમાં મેળવવામાં આવેલ હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ અંક્લેશ્વરના 17 વર્ષીય યુવકમાં સુરતની મહાવીર હોસ્પીટલમા ડો. અન્વય મુલે, ડૉ. જગદીશ માંગે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર
કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત
ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના રહેવાસી 34 વર્ષીય વ્યક્તિમાં, કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 49 વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 61 વર્ષીય મહિલામાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે.