તેજસ મોદી/સુરત : બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના નવનિયુકત ૧૮૩ શિક્ષણ સહાયકોને નિવાસી અધિક કલેકટર એસ.ડી. વસાવા તથા જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે નિમણુંકપત્રો એનાયત કરાયા હતા. રાજયની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી–૨૦૨૧ અન્વયે નવી નિમણુંક પામેલા રાજ્યના ૨૯૩૮ ઉમેદવારોને નિયુકિતપત્રો આપવાનો સમારોહ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ઓનલાઇન યોજવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત જિલ્લામાં બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવી નિમણુંક પામેલા ૨૦ શિક્ષણ સહાયકોને જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર એસ.ડી.વસાવા તથા વનિતા વિશ્રામ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી એચ.એસ.રાજયગુરૂના હસ્તે મળી કુલ ૧૮૩ શિક્ષણસહાયકોને પ્રતિકાત્મક રીતે નિમણુંક હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.


આ વેળાએ નિવાસી અધિક કલેકટરએ નિમણુંક થનારા શિક્ષકોને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, ઉચ્ચ સંસ્કારયુકત, ચારિત્ર્યવાન સમાજઘડતર કરવાનું કાર્ય શિક્ષકોએ કરવાનું છે. કોઈપણ વિદ્યાર્થીની ઉજ્જવળ કારકિર્દીમાં શિક્ષકોનો અમૂલ્ય ફાળો રહેલો હોય છે. કોરોનાના કપરાકાળમાં શિક્ષણકાર્ય સાથે વહીવટીતંત્ર સાથે મળીને શિક્ષકોએ ઉમદા કામગીરી નિભાવી છે જે બદલ અભિનંદન પાઠવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube