ચેતન પટેલ, સુરત: ડીંડોલી (Dindoli) પોલીસે (Police) બાતમીના આધારે શ્યામવિલા સોસાયટી (Shyam Villa Society) માંથી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી હતી. પોલીસે (Police) ત્યાંથી એક ઇસમની ધરપકડ કરી હતી. અને દારૂ અને કાર મળી કુલ ૨.૭૭ લાખની મત્તા કબજે કરી હતી. જયારે આ ઘટનામાં પોલીસે એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીંડોલી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં (Petroling) હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે ડીંડોલી (Dindoli) શ્યામવીલા સોસાયટી (Shyam Villa Society)  બી/૩ના પાર્કિંગમાં એક કારમાં દારૂ સંતાડવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જત્થો મળી આવ્યો હતો. 

સુરત: ધાબા પરથી આધેડની હત્યા કરનાર આરોપી ઝડપાયો, ખુલ્યું હત્યાનું રહસ્ય


ત્યાંથી પોલીસે (Police) મુકેશકુમાર રાધેશ્યામ સામરા નામના ઇસમની ધરપકડ કરી હતી. અને કાર અને દારૂ મળી કુલ ૨.૭૭ લાખની મત્તા કબજે કરી હતી. 


આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે (Police) એક આયુષ નામના ઈસમને વોન્ટેડ પણ જાહેર કર્યો છે. અને ઝડપાયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube