મોડી રાત્રે બનેલી દુર્ઘટનામાં શ્રમજીવી પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો, 40 ફૂટ ઉંડા ટાંકીમાં મૃતદેહ મળ્યો...
સુરત મનપા દ્વારા હાલમાં તાપી શુદ્ધિકરણ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં નાનપુરા લો લેવલ બ્રિજ નજીક વિસ્તારમાં ઇન્ટેક વેલની કામગીરી ચાલતી હતી.
સુરત: શહેરના નાનપુરા વિસ્તારમાં પાલિકાના ચાલી રહેલા તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના 40 ફૂટ ટાંકીના શ્રમજીવી કામદારનો મૃતદેહ મળી આવ્યો હતો. ઇન્ટેકવેલ ઉપર બનાવેલા હોલ પર આડાસ ઉભી ન હોવાથી શ્રમજીવી કામદાર નીચે પટકાયો હોવાની આશંકા થઈ રહી છે. દુર્ઘટનામાં શ્રમજીવી પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત મનપા દ્વારા હાલમાં તાપી શુદ્ધિકરણ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં નાનપુરા લો લેવલ બ્રિજ નજીક વિસ્તારમાં ઇન્ટેક વેલની કામગીરી ચાલતી હતી. આ સાઇટ પરથી મંથન નામના કામદારનો મૃતદેહ 40 ફૂટ ઊંડા ટાંકામાંથી મળી આવ્યો છે. આ દુર્ઘટના મોડી રાત્રે થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. મંથન મહેશભાઈ વહોનિયા મૂળ દાહોદનો વતની છે. પરિવાર સાથે સુરતમાં કામગીરી કરીને મદદરૂપ થતો હતો. માતા-પિતાનો એકનો એક દીકરો હતો. રાત્રે દોઢ વાગે કામની સાઇડ પર પુત્ર ન દેખાતા શોધખોળ કરતા પુત્ર ટાકામાં જોવા મળ્યો હતો.
ઇન્ટેકવેલની કામગીરી થોડા દિવસથી બંધ છે. સાઈટ ઉપરથી કામદારનો મૃતદેહ મળી આવતા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ઇન્ટેકવેલ કે જ્યાં કોઈ કામ અત્યારે થઈ રહ્યું નથી ત્યાંથી મંથન નામના કામદારનો મૃતદેહ મળી આવ્યો છે. 10 મીટરના અંતરે બે સ્પોર્ટ ઉપર કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ઇન્ટેકવેલની કામગીરી થોડા દિવસથી બંધ છે. ઇન્ટેક વેલની આસપાસ કોઈ આડાશ ન હોવાથી દુર્ઘટના બની હોવાનો આક્ષેપ કરાયો છે.
જુઓ આ પણ વીડિયો:-