સુરત : સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાએ ખુબ જ તબાહી મચાવી છે. જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં માળખાગત નુકસાન થયું છે. જેના કારણે અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, બોટાદ અને રાજકોટ જિલ્લામાં વીજ પુરવઠ્ઠો ખોરવાઇ ચુક્યો છે. જેના કારણે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. જો કે સ્થાનિક તંત્રને મદદ માટે ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી સરકાર દ્વારા તંત્રના અન્ય કર્મચારીઓને મોકલવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગરિકો સાવધાન! જો આમ જ ચાલશે તો ગુજરાતમાં ફરી લોકડાઉન માટે સરકાર બનશે મજબુર


દક્ષિણ ગુજરાત વિજ કંપનીની 30 ટીમોના 400 વીજ કર્મચારીઓ સાથે સવારે હજીરાથી ઘોઘા (ભાવનગર) રો-રો ફેરી મારફતે રવાના થઇ હતી. ખાસ ટીમો 40 વાહનો અને પોલ ઇરેક્શન મશીન્સથી સજ્જ છે. 300 વીજ કર્મચારીઓ રસ્તા દ્વારા સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠ્ઠો પુન:સ્થાપિત કરવાના કાર્યમાં જોડાશે. DGVCL ની આ 40 ટીમોમાં ડેપ્યુટી એન્જીનિયરો, જુનિયર એન્જીનિયરો, હેલ્પર સહિતનો કોન્ટ્રાક્ટ આધારિત સ્ટાફ સહિત કુલ 400 થી વધારે વીજ કર્મચારીઓ સૌરાષ્ટ્રની PGVCL કંપની વિસ્તારમાં અસરગ્રસ્ત થયેલા જિલ્લાઓમાં ઝડપથી વીજ પુરવઠ્ઠો પુન: સ્થાપિત કરવા માટે મદદરૂપ થશે. 


ગુજરાતનો પહેલો કિસ્સો : 15 વર્ષના કિશોરનો થયો મ્યુકોરમાઈકોસિસ, સર્જરીમાં દાંત કાઢવા પડ્યા


આ અંગે ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, અસરગ્રસ્ત જિલ્લાઓમાં નાગરિકોને સત્વરે વીજ પુરવઠ્ઠો પુનસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરતા કોન્ટ્રાક્ટરોને કામ કરવાના 50 ટકાનો વધારો કરીને તે અનુસાર મહેનતાણું ચુકવણું કરવાનો ઉર્જા વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. વીજપુરવઠ્ઠો પુન:સ્થાપિત કરવા માટે પણ યુદ્ધનાં ધોરણે કામગીરી ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube