ચેતન પટેલ/સુરત :રાજ્યમાં સાયકલિંગ માટે સૌથી લાંબો ટ્રેક સુરતમાં તૈયાર થયો છે. આઝાદીના 75માં અમૃત મહોત્સવ અંતર્ગત શહેરમાં 75 કિલોમીટર લાંબો સાયકલ ટ્રેક તૈયાર કરાયો છે. લોકો સાયકલિંગ કરી શકે તે હેતુથી સુરત પાલિકાએ લોકો માટે 75 કિલોમીટર લાંબો ટ્રેક બનાવ્યો છે. આ ટ્રેક પર લાલ રંગથી સાંકેતિક સાયકલ પણ બનાવાઈ છે. લોકોને પ્રદૂષણથી મુક્ત વાતાવરણ મળે અને તેમા તેઓ સાયકલિંગ કરી શકે તે માટે પાલિકાએ ટ્રેક તૈયાર કર્યો છે.  તમને જણાવી દઈએ કે, સુરતમાં પબ્લિક બાઈ સાયકલિંગ શેરિંગ પ્રોજેક્ટ ટ્રેકિંગ હેઠળ 1100 સાયકલ છે. જેમાં અત્યાર સુધીમાં એક લાખ 60 હજારથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

75 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરમાં 75 કિલોમીટર લાંબો સાયકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. આ ટ્રેક ગુજરાતમાં સૌથી લાંબો સાયકલ ટ્રેક સુરત ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. આ ટ્રેક પર લાલ રંગથી સાંકેતિક સાઈકલ બનાવવામાં આવી છે જેથી લોકોને ખબર પડે કે આ ટ્રેક વિશેષ સાઈકલ ચાલકો માટે છે.


આ પણ વાંચો : પરિણીતાની અલગ ઘર વસાવવાની જીદે આખો પરિવાર વિખેર્યો, 9 માસની બાળકીને મારીને માતાએ આત્મહત્યા કરી


ગુજરાતમાં સૌથી લાંબો સાયકલ ટ્રેક સુરત ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આ ખાસ સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જેથી પર્યાવરણની સાથોસાથ શહેરીજનો પણ સ્વસ્થ રહે. 75 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરમાં 75 કિલોમીટર લાંબો આ સાયકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. આ ટ્રેક પર લાલ રંગથી સાંકેતિક સાઈકલ બનાવવામાં આવી છે. જેથી લોકોને ખબર પડે કે આ ટ્રેક વિશેષ સાઈકલ ચાલકો માટે છે. 


આ પણ વાંચો : મોટી દીકરી ભાગી ગઈ, નાની દીકરીએ પરિવારની લાજ સાચવી... લીલાં તોરણે જાન પાછી વળે તે પહેલાં વરરાજાને પરણી


આ વિશે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, જે રીતે શહેરીકરણ થઈ રહ્યું છે ત્યારે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે સાયકલનો વપરાશ વધારે કરે અને તેમને સુંદર અનુભવ મળે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા 75માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 કિલોમીટર સાયકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. લોકો વધારે સંખ્યામાં સાયકલ તરફ વડે એ માટે આ ટ્રેક તૈયાર કરાયો છે. સાથો સાથે સાયકલ પર્યાવરણ માટે પણ ખૂબ જ લાભકારી છે, લોકોને ક્વોલિટી ઓફ લિવિંગ ગુણવત્તાયુક્ત આપવા માટે આ વિચારણા કરાઈ હતી. સુરતમાં જે પબ્લિક બાઈ-સાયકલિંગ શેરિંગ પ્રોજેક્ટ ટ્રેકિંગ હેઠળ અગિયાર સો જેટલી સાયકલ છે. જેમાં 1.60 લાખ લોકો રજિસ્ટ્રેશન કરી ચૂક્યા છે. આ સાથે સુરત પોલીસ સાયકલ ઉપયોગ કરીને પેટ્રોલિંગ પણ કરે છે. ધીમે ધીમે સાયકલનો ઉપયોગ વધારામાં વધારે થાય એ માટે સાયકલ ટ્રેક બનાવાયો છે. સાથે જ તેની પર લોકો સુંદર રીતે સાઈકલિંગ કરી શકે આ માટે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુરત શહેરમાં બનાવવામાં આવેલ છે. જેનો લોકો ઉત્સાહથી ઉપયોગ કરી રહ્યા છે.


આ પણ વાંચો : 


તમારો જૂનો નંબર તાત્કાલિક કેન્સલ કરાવજો, નહિ તો આવી રીતે તમારું બેંક એકાઉન્ટ સાફ થઈ જશે


ગુજરાતના આ શહેરમાં સોનાનો સૂરજ ઉગશે, શહેરીજનોને ઐતિહાસિક અને નવલું નજરાણું મળશે