સુરત : શહેરના મહિધરપુરા વિસ્તારમાં રહેતા 9 વર્ષનાં વિદ્યાર્થી પાર્થ ગાંધીએ કોરોના કાળમાં ઘરે બેસીને પોતાની પ્રતિભાને આધારે પીએમ મોદીનું કેનવાસ પર સ્કેચ બનાવ્યું હતું. આ સ્કેચ વડાપ્રધાનને મોકલી આપ્યો હતો. જેમાં મોદીએ પાર્થના સ્કેચની પ્રશંસા કરી હતી. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી ભૂત શેરી ખાતે ગાંધી પરિવાર રહે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની મહામારી લઇને બાળકો ઘરે જ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે ગાંધી પરિવારના 9 વર્ષના પાર્થ દ્વારા લોકડાઉનના સમયનો સદઉપયોગ કરીને પેઇન્ટિંગ ક્ષેત્રે હાથ અજમાવવામાં આવ્યો હતો. જેમાં સફળતા મળી હતી. પાર્થે મોદીનો કેનવાસ પર સ્કેચ બનાવ્યો હતો. દીકરાના સ્કેચને જોઇ પરિવાર પણ ખુશ થયો હતો. તેમણે વડાપ્રધાનને આ સ્કેચ મોકલી આપ્યું હતું. 

પાર્થે બનાવેલા સ્કેચને વડાપ્રધાન કાર્યાલયને મોકલવામાં આવ્યું હતું. આ સ્કેચ મળ્યા બાદ વડાપ્રધાન કાર્યાલય દ્વારા પ્રશંસા પત્ર મોકલી આપવામાં આવ્યો હતો. પીએમ કાર્યાલય દ્વારા જણાવાયું હતું કે તમારી અંદર વિચારને સ્કેચ પર ઉતારવાની અદ્ભુત ક્ષમતા છે. તમે ભવિષ્યમાં સફળતાની નવી ઉંચાઇઓ સર કરો તેવી શુભકામના છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube