SURAT: શહેરથી ધબકતું હૃદય 92 મિનિટમાં 300 કિ.મી દુર મુંબઇમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું, 6 લોકોને નવજીવન
અંગદાન માટે સમગ્ર દેશમાં જાણીતા થયેલા સુરતમાંથી ફરી હૃદય, કિડની, લિવર અને આંખનું દાન કરવામાં આવ્યું છે. વિશા ઓસવાળ જૈન સમાજના દિનેશભાઇ મોહનલાલ છાજેડના પરિવાર તેમના તમામ અંગોનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. સાથે જ માનવતા મહેકાવી સમાજની નવી દિશા બતાવી છે. સુરતથી મુંબઇનું 300 કિલોમીટરનું અંતર 92 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નવી મુબઇના રહેવાસી 30 વર્ષીય વ્યક્તિમાં સર એચ.એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
સુરત : અંગદાન માટે સમગ્ર દેશમાં જાણીતા થયેલા સુરતમાંથી ફરી હૃદય, કિડની, લિવર અને આંખનું દાન કરવામાં આવ્યું છે. વિશા ઓસવાળ જૈન સમાજના દિનેશભાઇ મોહનલાલ છાજેડના પરિવાર તેમના તમામ અંગોનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. સાથે જ માનવતા મહેકાવી સમાજની નવી દિશા બતાવી છે. સુરતથી મુંબઇનું 300 કિલોમીટરનું અંતર 92 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નવી મુબઇના રહેવાસી 30 વર્ષીય વ્યક્તિમાં સર એચ.એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
11 જુનના રોજ દિનેશભાઇને રાત્રે 8.30 વાગ્યે અચાનક બ્લડ પ્રેશન વધી જવાને કારણે શરીરમાં જમણી બાજુ લકવાની અસર થતા તેમને નસારીને ડી.એન મહેતા પારસી હોસ્પિટલમાં દાખલ કરીને નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન સ્ટ્રોકનાં કારણે મગજની ડાબી તરફ લોહી ફરતું બંધ થઇ ગયું હોવાનું નિદાન થયું હતું.
જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધારે સારવાર માટે સુરતની એફલ હોસ્પિટલમાં ન્યુરોસર્જ કે.સી જનની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. જો કે તમામ નિષ્ણાંતોના મતે તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેથી તેમના પરિવારને ડોક્ટર્સ દ્વારા અંગદાન અંગે સમજાવાયા. પરિવાર તૈયાર થતા તેમના તમામ અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube