SURAT: જીજાજી એકલા સુઇ રહ્યા હતા ત્યારે સાળીએ તેમને સ્વર્ગની સફર કરાવી પણ પછી...
ક્રાઇમ સીટી સુરતમાં સતત એવી ઘટનાઓ બની રહી છે. જે અનૈતિક સંબંધો સામે સવાલ ઉભા કરી રહી છે, ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં બે દિવસ પહેલાં કચરાના ઢગલા પરથી પ્લાસ્ટિકની થેલીમાં લોહીથી ખરડાયેલી હાલતમાં ફેંકી દેવાયેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. આ ઘટના બાદ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં નિષ્ઠુર માતા અને બાળકીને ફેંકી દેનાર યુવકની ઓળખ થઈ છે.
તેજસ મોદી/સુરત : ક્રાઇમ સીટી સુરતમાં સતત એવી ઘટનાઓ બની રહી છે. જે અનૈતિક સંબંધો સામે સવાલ ઉભા કરી રહી છે, ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં બે દિવસ પહેલાં કચરાના ઢગલા પરથી પ્લાસ્ટિકની થેલીમાં લોહીથી ખરડાયેલી હાલતમાં ફેંકી દેવાયેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. આ ઘટના બાદ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં નિષ્ઠુર માતા અને બાળકીને ફેંકી દેનાર યુવકની ઓળખ થઈ છે.
AHMEDABD: ગુમ થયેલા બાળકો પૈકી મોટા ભાગનાએ લવ મેરેજ કર્યા, પોલીસ ચોંપડામાં ચોંકાવનારા ખુલાસા
જન્મ આપનારી માતાના સગા જીજાજી જોડે અનૈતિક સંબંધો હતા અને ગર્ભવતી થયા બાદ બાળકીને જન્મ આપતાં ત્યજી દેવામાં આવી હતી. મહત્વનું છે કે પાંડેસરામાં નવજાત બાળકીને જન્મ આપી પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દેવાની ઘટનામાં સીસીટીવીના આધારે બાઇક નંબર મેળવી આરોપીઓ સુધી પહોંચી પાંડેસરા પોલીસે ગુનો ઉકેલી નાખ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, જન્મ આપનારી માતાના સગા બનેવી જોડે અનૈતિક સંબંધો હતા. બિહાર ખાતે રહેતા 21 વર્ષીય રજનીશની સાળી જોડે આડાસંબધોમાં તેને ગર્ભવતી બનાવી દીધી હતી.
કચ્છમાં દલિત પરિવાર સાથે બની અજુગતી ઘટના, રાજ્ય સરકારે તત્કાલ 21 લાખની સહાય જાહેર કરી
સાળી સાથેના સંબંધોની પોલ ખુલ્લી ન પડે તે માટે સાળીને બિહારથી સુરત લાવી સચિન જીઆઈડીસીમાં એક મિત્રને ત્યાં સાથે રહેતો હતો. સાળીની ડિલિવરી કરાવવા માટે ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયો હતો. જોકે ત્યાં સાળીને પરિવારની ડિટેઇલ્સો પૂછવામાં આવતાં બન્ને ત્યાંથી નીકળી ગયાં હતાં. પછી સાળીની રસ્તામાં ડિલિવરી થઈ અને તેણે બાળકીને જન્મ આપ્યો હતો. પોતાની પોલ ખુલી ન જાય તે માટે બન્નેએ બાળકીને પ્લાસ્ટિકની થેલીમાં પાંડેસરામાં કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી.
ગુજરાતને નશામુક્ત રાખનાર આ વિભાગ સાથે પગાર મુદ્દે 1967થી ઓરમાયું વર્તન, હવે કરી ખાસ માંગ
પહેલા સાળીએ મેડિકલ તપાસ માટે ના પાડી હતી પણ આખરે ભાંડો ફૂટી ગયો હતો. બે દિવસ પહેલાં બાળકીને એક થેલીમાં અને તે પણ લોહીથી ખરડાયેલી હાલતમાં ફેંકી દેવાઈ હતી. એક રાહદારી દ્વારા તાત્કાલિક 108ને ફોન કર્યો અને રિક્ષાવાળા પાસે ચાદર લઈ તેને થેલીમાંથી બહાર કાઢી સાફ કરી ત્યારે તેનું રડવાનું બંધ થયું હતું. ત્યાર બાદ બાળકીને તાત્કાલિક 108માં બેસાડી સિવિલ લઈ જવાય તો ડોક્ટરોએ તેને NICUમાં રિફર કરી દીધી હતી. હાલ બાળકની હાલત સાધારણ હોવાનું કહી શકાય છે. સમગ્ર મામલે પોલીસે જીજાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube