તેજસ મોદી/સુરત : કંપનીમાં રોકાણ કરી 2 વર્ષમાં ડબલ રૂપિયા આપવાની ગેરન્ટી આપનારાઓનો રાફડો જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યો છે. સુરતમાં આવા અનેક લોકોએ હજારો લોકોની મહેનતથી કમાયેલી મૂડી ચાઉં કરી લીધી છે, ત્યારે સુરતમાં ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લિ કંપની ઊઠી જતાં કંપનીના ડિરેક્ટરો સહિત 9 વિરુદ્ધ સરથાણા પોલીસમાં ગુનો દાખલ થયો છે. જેની તપાસ પોલીસ કમિશનર દ્વારા નવા બનેલા ઇકોનોમિક્સ સેલને સોંપવામાં આવી છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર આયુર્વેદિક પ્રોડક્ટનું વેચાણ કરવા ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લિ. નામથી માર્કેટિંગ કંપનીના માલિક ભાર્ગવ પ્રવીણચંદ્ર પંડ્યાએ સરથાણા જકાતનાકા પાસે ગોકુમ આર્કેડમાં 5 વર્ષ પહેલાં શરૂ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રેડિટ કાર્ડ કઢાવનાર એજન્ટ જ બન્યો ઠગ, ગ્રાહકોને ક્રેડિટ કાર્ડનાં નામે એવો ચુનો ચોપડ્યો કે...


જેમાં રોકાણકારોને એપ્રિલ 2019 સુધી કમિશન આપ્યું હતું. રોકાણકારો પૈકી અભિમન્યુ પાટીલે તેમના ઓળખીતા 27 જણા પાસેથી કુલ 63.30 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. એ પૈકી રોકાણકારોને 17.80 લાખ રૂપિયા કમિશન પેટે પાછા મળી ગયા હતા. જોકે 45.50 લાખ રૂપિયા કંપનીએ આપ્યા ન હતાં. મહત્વનું છે કે ભાર્ગવની સાથે તેની પત્ની શિવાની અને ભાઈ મહેન્દ્ર આ કંપનીમાં સામેલ હતાં. કંપનીમાં રોકાણ કરવાથી આયુર્વેદિક પ્રોડક્ટ અથવા અન્ય કોઈ સામાન આપતા હતા. 


સાયબર ક્રાઇમની ડાર્કવેબનાં કાવાદાવા જોઇને તમે થથરી જશો, સાયબર ક્રાઇમની અદ્ભુત કામગીરી


શરૂઆતમાં રૂ.7500 ભરવાના હતા, તેમજ પોતે રોકાણ કરાવ્યા બાદ બીજા સભ્યો બનાવનારને કમિશન આપવાની જાહેરાત કરી હતી. રોકાણ કરનારને 24 માસમાં ડબલ રૂપિયા આપવાની ગેરન્ટી આપી હતી. કોઈ વસ્તુ ન જોઈતી હોય તો માત્ર રોકાણ પણ કંપનીમાં કરી શકાય એવી પણ સ્કીમ હતી. તેમણે દાવો કર્યો હતો કે કીમમાં રામદેવ પીવીસી પાઇપ અને રોયલ કન્સ્ટ્રક્શનનું મોટું કામકાજ થાય છે. એપ્રિલ 2019માં કંપની ઊઠી જતાં એની ઓફિસ પણ બંધ કરી દેવાઈ હતી.


પોતાની બહેનને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતા જોઇ ગયેલા ભાઇએ વર્ષો પછી કર્યો એવો કાંડ કે...


રોકાણ કરનારા પૈકીના અભિમન્યુ પાટીલએ પોતે અને ઓળખીતા 27 લોકોના 45.50 લાખનું કંપનીમાં રોકાણ કર્યું હતું, પરંતુ રૂપિયા ન મળતાં 9 સામે ઠગાઈ અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આરોપી ભાર્ગવ પંડ્યા સહિતનાએ કંપનીના પ્રમોશન માટે પ્રમોશનલ પ્રોગ્રામ દિલ્હી અને મુંબઈમાં કરતા હતા. તેઓ ઘણી વખત વિદેશની ટૂરની પણ લાલચ આપતા હતા. સાથે જ એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતા હતા. કંપનીએ 2018માં મુંબઈમાં બોલિવૂડ એક્ટરોને અવૉર્ડ આપવા યોજાયેલા સાતમા ટીફા અવૉર્ડને સ્પોન્સર કર્યો હતો. ઘટના અંગે તપાસ ઇકોનોમિક્સ સેલને સોનોવામાં આવી હતી, જેમાં પોલીસે એમાં ભાર્ગવ, જિતેન્દ્ર મોહંતો, કોશિક રાઠોડ, સંજય દેસાઈ અને વિનોદ વણકરની ધરપકડ થઈ છે, જ્યારે શિવાની, મહેન્દ્ર, હનીસિંઘ અને નવીન મોહંતોને વોન્ટેડ જાહેર કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube