સુરત: ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પર તલવાર વડે હુમલો
શહેરના અમરોલીના મનીશા ગરનાળા પાસે પોલીસ કોન્સ્ટેબલ પર તલવાર વડે હુમલો કરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. ઇજાગ્રસ્ત પોલીસ અધિકારીને કાફલો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં શહેરના મોટા અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.
તેજશ મોદી/સુરત : શહેરના અમરોલીના મનીશા ગરનાળા પાસે પોલીસ કોન્સ્ટેબલ પર તલવાર વડે હુમલો કરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. ઇજાગ્રસ્ત પોલીસ અધિકારીને કાફલો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં શહેરના મોટા અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.
જે અધિકારી પર હુમલો કરવામાં આવ્યો હતો તે પોલીસ કર્મી ટ્રાફિકમાં ફરજ બજાવે છે. ગઇકાલે પોલીસ કર્માચારી પરાક્રમસિંહ ગોહિલે હુમલો કરનારનું વાહન અટકાવ્યું હતું. જે મુદ્દે આજે વાહન માલિકો ઝઘડો કરવા માટે આવ્યા હતા. પોલીસ પર કરવામાં આવેલા હુમલામાં હુમલો કરાનરા લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે.
સાવરકુંડલાના જીંજુડા ગામ નજીક કેમેરામાં કેદ થયો જંગલનો રાજા સિંહ
પોલીસ દ્વારા ગાડી ડિટેન કરવા બાબતે વાહન માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં વાહન માલિકનો પગ ભાગી ગયો અને માથાના ભાગે ગંભીર ઇજા થઇ છે. વાહન માલિક હરેશ ખાચર પોતે વ્યવસાયે શિક્ષક અને સૂર્યસેના તેમજ કરણીસેનાના ગુજરાતના મંત્રી છે. વાહન માલિક હરેશ ખાચર કિરણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.