સુરતઃ એક ભંગાર લેવા આવેલા એક શખ્સની બૂરી નજરથી એક બાળકી હેમખેમ બચી ગઈ છે. સુરતના ગોપીપુરા  વિસ્તારનો આ બનાવ છે. જ્યાં ભંગાર લેવા આવેલા એક શખ્સે લારી લઈને આવ્યો. એ દરમિયાન તેણે સાત આઠ  વર્ષની એક બાળકીને જોઈ અને તેની નજર બગડી હતી. બાળકીને આ ભંગારીએ કોઈ વસ્તુની લાલચ આપી અને  નજીકના એકાંત સ્થળે લઈ ગયો હતો. લાલચમાં આવી ગયેલી બાળકીને પહેલા તો કાંઈ સમજ ન પડી અને  ભંગારીની વાતોમાં આવી જઈને એકાંત સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ ભંગારી બાળકી સાથે કોઈ અડપલાં કરે તે  પહેલા કોઈ વ્યક્તિ ત્યાંથી નીકળ્યો જેનો પગનો અવાજ આવતા પકડાઈ જવાના ડરથી ભંગારી ત્યાંથી નાસી છૂટ્યો  હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"187840","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]

એકાએક તેના નાસી જવાથી બાળકીને પણ કંઈક અજૂગતું થયાની શંકા ગઈ અને તે પણ તેની માતા પાસે દોડી ગઈ  અને હેમખેમ બચી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે  ભંગારી બાળકીને પોતાની સાથે લઈ જાય છે અને થોડે દૂર આવીને એકાંત સ્થળે જવા ઈશારો કરે છે. જેની થોડી  મિનિટો બાદ જ બાળકી ત્યાંથી દોડીને બહાર આવી જાય છે. આ સમગ્ર મામલે ડરી ગયેલા બાળકીના પરિવારજનો  પહેલા તો પોલીસ મથકે ફરિયાદ નોંધાવા તૈયાર નહોતા થયા પરંતુ આસપાસના લોકોએ સમજાવતા આખરે ભંગારી  સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આરોપીને ઝડપી લેવા પોલીસે ટીમ બનાવીને શોધખોળ શરૂ કરી છે.


[[{"fid":"187841","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]