સુરત : રાંદે તાડવાડી રોડ વિસ્તારમાં રહેતા અને જમીન લે વેચનું કામ કરતા બ્રોકર સાથે ઓખા ગામની જમીન વેચાણના બહારે રૂપિયા 31.51 લાખ રૂપિયાની ઠગાઇ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જમીન માલીક માતા પુત્રએ તેમના હિસ્સાની જમીન અગાઉ બે વ્યક્તિઓને વેચી તેની પાસેથી પડાવીને સાટાખત કરી આપ્યા હતા. સુરતના રાંદેર તાડવાડી રોડ સીંધી સોસાયટીમાં રહેતા સંજય કનૈયાલાલ ડોડાઇ જમીન લે વેચનો વ્યવસાય કરે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજયભાઇને જાન્યુઆરી 2016માં તેના જમીન દલાલ મિત્ર ભાવિન બીસ્કીટવાલાએ સુરત ડિસ્ટ્રીક્ટ ચોર્યાસી સબ ડિસ્ટ્રીક્ટ ખાતે આવેલા ઓખા ગામની જુની શરતની ખેતીની જમીન ખરીદી હતી. આ જમીનના મુળ માલિક બીપીનચંદ્ર ખંડુભાઇ, સાકરબેન ખંડુભાઇ, શાંતાબેન, ચંપાબેન, નિર્મલાબેન, મીનાબેન, ઉમાબેન, હેમંતભાઇ ખંડુભાઇ અને નિર્મલાબેન દસમાં ભાગનો હિસ્સો ધરાવતા હતા. 

નિર્મલાબેન પોતાના હિસ્સાની જમીન વેચવા માંગે છે તેમના હિસ્સાની જમીન વેચવા માંગે છે. જેથી સંજયભાઇએ નિર્મલાબેન અને તેના દીકરા જીજ્ઞે સાથે ભાવિનની અડાજણ સ્નેહસ્મૃતિ શોપીંગ સેન્ટરમાં આવેલી ઓફીસ ખાતે મીટિંગ કરી હતી. રૂપિયા 51,51,000 સોદો કર્યો હતો. જેમાં ગત્ત 11 જાન્યુઆરી 2016ના રોજ સોદા ચિટ્ઠી બનાવી 1,51,000 રોકડા આપ્યા અને નિર્મલાબેનની સહી તથા અંગુઠો લીધો હતો. 

ટુકડે ટુકડે કુલ રૂપિયા 22,01,000 આપ્યા હતા. તમામની પહોંચ બનાવી હતી. જેમાં રેવન્યુ સ્ટેમ્પ પર નિર્મલાબેનની સહી અંગુઠો અને સાક્ષીમાં જીજ્ઞેશની સહી હતી. ત્યાર બાદ પહેલી એપ્રીલના રોજ 9,50,000 આપ્યા હતા. નોટરાઇઝ વેચાણ સાટાખત બનાવ્યો હતો. સંજયભાઇએ કુલ રૂપિયા 31,51,000 ચુકવ્યા હતા. સાટાખતમાં બાકીના રૂપિયા વેચાણ દસ્તાવેજ બનાવતી વખતે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 

જેમાં નિર્મલાબેનનો હિસ્સો છુટ્ટો પડાવી સાત બારમાં પાણીયા છુટા પડાવી બીનખેતી કરી આપવાની જવાબદારી નિર્મળાબેનની હતી. જો કે ત્યારબાદ પણ કોઇ કાર્યવાહી કરી ન હતી. દરમિયાન સંજયભાઇ વકીલ મારફતે ખબર પડી તે નિર્મળાબેન, સાકરબેન, ઉમાબેન દ્વારા તેમનો હિસ્સો તેના ભાઇ મનહરના તરફેણમાં છોડી દીધો હતો. જેની દસ્તાવેજમાં નોંધ પણ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube