સુરત : શહેરનાં અડાજણ વિસ્તારમાંથી પોલીસ દ્વારા દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. સુરત એસઓજી અને પીસીબીને મળેલી બાતમીનાં આધારે શહેરનાં પુણા સારોલી ગેટની સામે આવેલી કુબેરજી સનરાઇઝ વર્લ્ટ ટ્રાવેલ્સમાં આવેલા બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો મંગાવનારા ઇસમની દુકાનમાંથી પણ જથ્થો મળી આવ્યો હતો. જો કે કોરોના કાળમાં બુટલેગરોએ દારૂની હેરાફેરીની નવી ટેકનીક શોધી હતી. જેના વિશે જાણીને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીસીબી અને એસઓજી દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમીનાં આધારે કુબેરજી વર્લ્ડ સનરાઇઝ ટ્રાવેલ્સમાં તપાસ કરવામાં આવી હતી. પોલીસને સ્થળ પરથી 1.34 લાખ રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો મહારાષ્ટ્રના મુંબઇ અને કલ્યાણથી પાર્સલ દ્વરા મંગાવાયો હતો. પોલીસે તપાસ કરતા આ જથ્થો રાજ રોહરાએ મંગાવ્યો હતો. આ જથ્થો ન્યૂ અજંતા ટ્રાન્સપોર્ટ ઉલ્લાસનગરથી સંજન કારીયાએ મોકલ્યો હતો. જ્યારે કિશન ભાવનાનીએ સુરતથી મંગાવ્યો હતો. 


પોલીસ અડાજણ કેનાલ રોડ પર આવેલા રાજ વર્લ્ડની દુકાન નંબર 403માં દરોડા પાડ્યા હતા. જેમાં 1.53 લાખની જુદી જુદી બ્રાન્ડનો દારૂ બીયરનો જથ્થો અને મુદ્દામાલ મળી આવ્યો હતો. આ દુકાન કિશન ભાવનાનીનો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમ કુલ 2.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસને મળી આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube