સુરત : લોકડાઉન અને અનલોકમાં લાંબો સમય બંધ રહ્યા બાદ હવે આખરે જીમને સરકાર દ્વારા ખોલવા માટેની મંજુરી આપવામાં આવી છે. જો કે જીમમાં કસરતનાં બહાને છેડતી કરવામાં આવી હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં એક જીમમાં ટ્રેનરે કિશોરીને શિખવવાનાં બહાને શારીરિક છેડતી કરી હોવાનો આરોપ લગાવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ જીમ ટ્રેનર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં મહિલાઓની છેડતીની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. ત્યારે સુરતના વરાછા ખાતે આવેલી એક જીમમાં કસરત કરવા આવતી એક 14 વર્ષની કિશોરીને જીમ ટ્રેનર દ્વારા શારીરિક છેડતી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જો કે કિશોરીએ જિમ ટ્રેનર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આ મુદ્દે ફરિયાદ દાખલ કરાવીને તપાસ આદરી છે. 

સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે તેમાં મહિલા સાથે છેડતી, દુષ્કર્મની ફરિયાદોમાં વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત પ્રેમપ્રકરણમાં હત્યાઓનો સિલસિલો પણ વધતો જોવા મળી રહ્યો છે. સુરતની અમરોલી પોલીસની હદમાં છેડતીનો વધારે એક ગુનો દાખલ થયો છે. કામરેજ તાલુકાના કઠોર ગામે રહેતા ઉમર ફારુક ઝુબેર જિમ ટ્રેનર તરીકે કામ કરે છે. આ જીમમાં 14 વર્ષની કિશોરી જીમમાં આવતી હતી. જો કે ઝુબેરે તેના પર દાનત બગાડીને કસરત કરવાના બહાને કિશોરી સાથે શારીરિક છેડછાડ કરી હતી. જો કે હદ તો ત્યારે થઇ જ્યારે આ ટ્રેનર દ્વારા ફોન કરીને આ યુવતીને પરેશાન કરવામાં આવવા લાગી. યુવકના વર્તનથી ડઘાયેલી ટ્રેનર કિશોરીએ તેના પિતાને જાણ કરતા આખરે પરિવારે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube