SURAT: પોલીસ કર્મચારીને સાળી અને પત્નીએ બિભત્સ ગાળો ભાંડી અને પછી જે થયું...
પાલ વિસ્તારમાં રહેતા ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલને પત્ની અને સાળીએ તેના પર મેલી વિદ્યાનો આક્ષેપ કરીને બિભત્સ ગાળો અને જાતી વિષય ગાળો ભાંડતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. અડાજણ પોલીસનાં અનુાર પાલ વોક વે ગાર્ડ સામે રાજ હર્ષ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને શહેર પોલીસ ખાતામાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મનિષભાઇ ભાણજીભાઇ બારૈયાએ ગઇકાલે પોતાની પત્ની અને સાળી સામે ફરિયાદ નોંધાવી હતી.
સુરત : પાલ વિસ્તારમાં રહેતા ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલને પત્ની અને સાળીએ તેના પર મેલી વિદ્યાનો આક્ષેપ કરીને બિભત્સ ગાળો અને જાતી વિષય ગાળો ભાંડતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. અડાજણ પોલીસનાં અનુાર પાલ વોક વે ગાર્ડ સામે રાજ હર્ષ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને શહેર પોલીસ ખાતામાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મનિષભાઇ ભાણજીભાઇ બારૈયાએ ગઇકાલે પોતાની પત્ની અને સાળી સામે ફરિયાદ નોંધાવી હતી.
મનીષ બારૈયાએ જણાવ્યું કે, તેમને પત્ની સાથે ગત્ત 22 ડિસેમ્બર 1998 ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવનમાં 19 વર્ષીય પુત્રી અને 17 વર્ષનો એક પુત્ર છે. દરમિયાન 2016થી બંન્ને વચ્ચે મનમેળ ન રહેતા અલગ રહે છે. જેમાં પુત્ર પિતા સાથે અને પુત્રી માતા સાથે અમદાવાદા ખાતે રહે છે.
જો કે બંન્ને બાળકો પોતાની ઇચ્છાથી માતા પિતાને મળવા આવે છે. દરમિયાન હેડ કોન્સ્ટેબલની પત્નીએ તેમની સામે વર્ષ 2018 માં અડાજણમાં આઇપીસી કલમ 498(ક), 504, 506 (2) મુજબની ફરિયાદ આપી છે. જે ફરિયાદ રદ્દ કરવા માટે મનીષે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. હાલ તેમનો ફેમીલી કોર્ટમાં છુટાછેડા માટેનો કેસ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube