Surat: સિવિલ હોસ્પિટલમાં હુમલાનો ભોગ બનેલા ખાનગી એમ્બ્યુલન્સ ચાલકનું મોત
31 જાન્યુઆરીના રોજ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતદેહોને તેના વતન લઈ જવા માટે ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકો વચ્ચે માથાકુટ થઈ હતી. ત્યારબાદ આ ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને મારામારી સુધી મામલો પહોંચ્યો હતો.
ચેતન પટેલ, સુરતઃ સુરતમાં 31 જાન્યુઆરીએ નવી સિવિલ હોસ્પિટલમાં પરપ્રાંતિય મૃતકોને એમ્બ્યુલન્સ મારફતે તેના વજનમાં લઈ જવા માટે ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકો વચ્ચે મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થનાર એમ્બ્યુલના ડ્રાઇવરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. એટલે કે આ હુમલાનો બનાવ હવે હત્યામાં પલટાયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર
31 જાન્યુઆરીના રોજ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતદેહોને તેના વતન લઈ જવા માટે ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકો વચ્ચે માથાકુટ થઈ હતી. ત્યારબાદ આ ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને મારામારી સુધી મામલો પહોંચ્યો હતો. ત્યારે ગણેશ અશોક સીરસાઠ નામના એમ્બ્યુલન્સ ડ્રાઇવર પર ચપ્પુ, સ્ટીલ અને લાકડાના પાઇવ પડે હુમલો કરવામાં આવ્યો હતો. આ જીવલેણ હુમલામાં ઈજાગ્રસ્ત ડ્રાઇવરને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું છે.
આ પણ વાંચોઃ કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, અત્યાર સુધી 10 ઝડપાયા
ત્રણ આરોપીની ધરપકડ
પોલીસે એમ્બ્યુલન્સ ચાલક પર હુમલો કરવાના મામલામાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પરપ્રાંતીયોમાં કુદરતી કે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના મૃતદેહને લઇ જવાની હરીફાઈ ચાલતી હોય છે. મૃતદેહોને એબ્યુલન્સમાં લઇ જવા માટે ભાવના મુદ્દે માથાકુટ થતી હોય છે. ગયા સપ્તાહે જ નવી સિવિલ હોસ્પિટલમાં ખાનગી એબ્યુલન્સના સંચાલકો વચ્ચે મારામારી થઇ હતી. જો કે આ મામલે સિવીલ હોસ્પિટલના વહીવટી તંત્ર કે સિક્યુરીટી સ્ટાફ ખટોદરા પોલીસે દરકાર કરી ન હતી.
એ પછી જુની અદાવતમાં રવિવારે સાંજે ગણેશ સીરસાઠ પોતાની ખાનગી એબ્યુલન્સ લઇને સિવિલ કેમ્પસમાં આવી રહ્યો હતો. ત્યારે સુપ્રિટેન્ડેન્ટ ઓફિસના ટનિંગમાં ઉપર અન્ય ખાનગી એબ્યુલન્સના સંચાલક જીતેન્દ્ર કાળા ઉર્ફે જીતુ માછી સહિતના ચાર જણાએ ભેગા મળીને ગણેશ ઉપર તુટી પડ્યા હતા. ચારેય જણાએ રેમ્બો છરા અને લાકડા તથા સ્ટીલના ફટકા વડે ગણેશને માથાના ભાગે, પેટના ભાગે ગંભીર ઇજા પહોંચાડી નાસી છુટ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube