સુરત : શહેરનાં મોટા  વરાછા વિસ્તારમાં કોરોના સર્વે માટે ગયેલી શિક્ષીકાએ 14માં માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઇ છે. આ મુદ્દે પોલીસને શિક્ષિકાએ મરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટમાં શિક્ષિકા ડિપ્રેશનમાં હોવાનાં કારણે આપઘાત કર્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે આગળની તપાસ ચાલુ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર શિક્ષિકાએ પોતાની સ્યુસાઇટ નોટમાં ઉલ્લેખ કર્યો કે, હું મનથી થાકી ગઇ છું. ભાઇ મને ખુબ જ વ્હાલ કરે છે. પપ્પા મમ્મી પણ ખુબ પ્રેમ કરે છે. હું પાછી તમારા ઘરે જન્મ લઇશ. માતા પિતા પર પુત્રીએ આ પગલુ ભરતા આભ ફાટી પડ્યું છે. શિક્ષિકાનો ભાઇ સાઉથ આફ્રિકામાં રહે છે. મરતા પહેલા તેણે ભાઇને ડિપ્રેશનમાં હોવાનો મેસેજ પણ કર્યો હતો. બહેનનાં મોતના સમાચાાર  સાંભળી ભાઇ સાઉથ આફ્રિકાથી અહીં આવવા માટે રવાના થઇ ગયો છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે મોટા વરાછાના એક એપાર્ટમેન્માં શિક્ષકા સર્વે કરવા માટે ગઇ હતી. જો કે આ દરમિયાન તેણે એપાર્ટમેન્ટનાં 14માં માળેથી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. મહિલા ઉપરથી નીચે પાર્કિંગમાં રહેલી એક ગાડી પર પટકાઇ હતી. ગાડી પર પટકાતા ગાડીને પણ ભારે નુકસાન થયું છે. જ્યારે શિક્ષિકાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube