અમેરિકાથી સુરત આવેલી 15 વર્ષની તરૂણી લગ્નની આગલી રાત્રે ગુમ, CCTVમાં ધડાકો
અમેરિકાથી પોતાનાં પિતરાઇનાં લગ્નમાં અમેરિકાથી આવેલી 15 વર્ષીય સગીરા એકાએક ગુમ થઇ જતા ચકચાર મચી જવા પામી છે. લગ્નનાં એખ દિવસ અગાઉ દાંડીયા રાસનાં કાર્યક્રમમાં મોડી રાત્રે 1 વાગ્યા સુધી ચાલ્યો હતો. દાંડીયારાસ બાદ સમગ્ર પરિવાર સુઇ ગયા બાદ સગીરા મોડી રાત્રે જ પોતાનાં પ્રેમી સાથે ફરાર થઇ ગઇ હતી. વેલેન્ટાઇન ડેનાં દિવસે જ તરૂણી ગુમ થતા પરિવારમાં ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે, તરૂણી અમેરિકન નાગરિક હોવા ઉપરાંત વિધર્મી વ્યક્તિ સાથે ભાગી હોવાની પ્રાથમિક માહિતી મળતા પોલીસ દોડતી થઇ છે.
સુરત: અમેરિકાથી પોતાનાં પિતરાઇનાં લગ્નમાં અમેરિકાથી આવેલી 15 વર્ષીય સગીરા એકાએક ગુમ થઇ જતા ચકચાર મચી જવા પામી છે. લગ્નનાં એખ દિવસ અગાઉ દાંડીયા રાસનાં કાર્યક્રમમાં મોડી રાત્રે 1 વાગ્યા સુધી ચાલ્યો હતો. દાંડીયારાસ બાદ સમગ્ર પરિવાર સુઇ ગયા બાદ સગીરા મોડી રાત્રે જ પોતાનાં પ્રેમી સાથે ફરાર થઇ ગઇ હતી. વેલેન્ટાઇન ડેનાં દિવસે જ તરૂણી ગુમ થતા પરિવારમાં ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે, તરૂણી અમેરિકન નાગરિક હોવા ઉપરાંત વિધર્મી વ્યક્તિ સાથે ભાગી હોવાની પ્રાથમિક માહિતી મળતા પોલીસ દોડતી થઇ છે.
7 દિવસ પહેલા ગુમ થયેલી સગીરાનો મૃતદેહ વાત્રક નદીમાંથી મળતા ચકચાર
પોલીસ સુત્રો અનુસાર અમેરિકાનાં ન્યુજર્સી ખાતે એક પટેલ પરિવાર 10 વર્ષથી સ્થાયી થયો છે. આ પરિવાર એક પારિવારિક પ્રસંગને કારણે 3 ફેબ્રુઆરીનાં રોજ અમેરિકાથી સુરત આવ્યો હતો. 15 વર્ષીય તરૂણી પણ સુરત પરિવાર સાથે આવી હતી. 13મી તારીખે રાત્રે સરથાણા ખાતે દાંડીયારાસનો કાર્યક્રમ હતો. જે 1 વાગ્યા સુધી ચાલ્યો હતો. ત્યાર બાદ પરિવાર વાગ્યે પરત વરાછા આવ્યો હતો. બીજા દિવસે લગ્ન હોવાથી સવારે 5 વાગ્યે પરિવાર ઉઠ્યો હતો. જો કે 15 વર્ષીય તરૂણી નહી દેખાતા પરિવારમાં ભાગદોડ થઇ ગઇ હતી.
ખેતરમાં અચાનક લાગેલી આગમાં 3 બાળકો જીવતા સળગી ગયા
પરિવાર દ્વારા આસપાસનાં વિસ્તાર અને સગાસંબંધીઓનાં ઘરે પુછપરછ કરવામાં આવી હતી. જો કે તરૂણી અંગે કોઇ માહિતી મળી નહોતી. પુત્રીનો નંબર પણ સ્વિચ ઓફ આવતો હતો. જેના પગલે પરિવારને વરાછા પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થાનિક વિસ્તારનાં CCTV ના આધારે તપાસ કરતા તે રાત્રે 2 વાગ્યે જઇ રહી હોવાનું દેખાયું હતું. કપડા સહિતનો કોઇ પણ સામાન લીધા વગર તરૂણી જતી રહી હતી. યુવત મુસ્લિમ હોવાની શંકા ઉપરાંત તરૂણી પણ NRI હોવાનાં કારણે પોલીસ દોડતી થઇ છે. હાલ પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ આદરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube