સુરત : સુરત શહેરમાં આજે નવા પોલીસ કમિશ્નરે ચાર્જ સંભાળ્યો ત્યાં જ સુરતમાં ખુબ જ હિચકારી ઘટના સામે આવી હતી. માન દરવાજા ખ્વાજાનગરમાં યુવાનને મિત્રોએ દારૂ પીવા બોલાવતા યુવાન જતો હતો ત્યારે પાડોશમાં રહેતા યુવકે તેની માતાને કહ્યું કે, મારા દીકરાને નશો કેમ કરાવે છે? આટલી વાતમાં પાડોશીઓ વચ્ચે ઝગડો થયો હતો. જેમાં પાડોશીએ ફટકા મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત: ઉધનામાં બિયર અને દારૂની મહેફિલ કરી બર્થ ડે ઉજવનારા 7ને પોલીસે ઝડપી લીધા

યુવકને તત્કાલ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાનાં મોત પ્રસંગે કલ્પાંત કરતા જણાવ્યું કે, મારા દિકરાને જાહેરમાં મારી નાખવામાં આવ્યો. જો તેના હાથ પગ ભાંગી નાખ્યા હોત અને અપંગ પણ બનાવી દીધો હોત તો પણ હું તેને આજીવન ખવરાવીને જીવાડત.


સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા અને પત્નીનો રિપોર્ટ પોઝિટિવ

સુરતમાં કોરોનાના કહેર વચ્ચે સતત ગુનાખોરી વધી રહી છે. શહેરમાં હત્યાના ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરત શહેરના માન દરવાજા નજીક રહેતા મેહુલ યુવકને તેના પાડોશમાં રહેતા યુવાને દારૂ પીવા બોલાવ્યો હતો. જો કે મેહુલ પહેલા જવાની ના પાડી હતી. ત્યાર બાદ પાડોશમાં રહેતા તેના મિત્રનો પરિવાર આવ્યો અને મારા દીકરાને દારૂ કેમ પીવડાવે છે તેમ કહીને પાડોશીઓ વચ્ચે ઝગડો થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. 


સૌની યોજનાની પાઇપમાં ભંગાણ પડતા લાખો લિટર પાણીનો વેડફાટ

જેમાં પાડોશી મેહુલનાં માથામાં લાકડાનાં ફટકા મારી દેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મેહુલનું મોત થયું હતું. ઘટના અંગે જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને હુમલો કરનાર માતા-પુત્રની અટકાયત કરી છે. જ્યારે અન્ય બેની શોધખોળ ચાલી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube