સુરત : કોર્પોરેટર પત્નીના આક્ષેપથી પીડિત આપના એક કાર્યકરે આજે મનીષ સિસોદિયાની પત્રકાર પરિષદમાં પ્રેસ કોન્ફરન્સ વચ્ચે જીવન ભારતી કંપાઉન્ડમાં શરીરે કેરોસીન છાતી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે ચિરાગને તત્કાલ ઝડપી લીધો હતો. જો કે હજી સુધી આ અંગે પોલીસે કોઇ જ અધિકારીક નિવેદન આપ્યું નથી. કાર્યકરો વચ્ચે આ વાત ચર્ચાના ચગડોળે ચડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા દિવસો અગાઉ આપની કોર્પોરેટર રુતા દુધાગરાએ પતિ ચિરાગ સામે આક્ષેપ કર્યો કે, ભાજપના નેતા પાસેથી 25 લાખ રૂપિયા લીધા છે. જેને પગલે  પારિવારિક ઝગડા થતા બંન્ને વચ્ચે છુટાછેડા થયા છે. જોકે ચિરાગે પત્નીના આક્ષેપને વખોડી કહ્યું હતું કે, મારુ ઘર તોડવામાં શહેર પ્રમુખનો મહત્વનો રોલ છે. મારી પત્ની રુતા સાથે હજી પણ મારા છુટાછેડા નથી થયા.

સુરતના ટોચના હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણી AAP માં જોડાયા


સુરત વોર્ડ નંબર 3 ના આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોર્ટરે રૂતા દુધાગરા દ્વારા ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ ચોંકાવનારા આક્ષેપ કરાયા છે. મહિલા કોર્પોરેટરે દાવો કર્યો કે, તેને ભાજપનાં જોડાવા માટે 3 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જો કે તેમણે આ ઓફર નકારી દેતા ભાજપના એજન્ટ દ્વારા તેના પતિને લાલચ આપીને ભાજપમાં જોડાવા દબાણ કરાયું. જેના કારણે પતિ-પત્ની વચ્ચે વિવાદ થતા રૂતા અને તેના પતિ વચ્ચે છુટાછેડા થઇ ગયા છે. ભાજપના કારણે બંન્નેનો સંસાર ભાંગી પડ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube