ચેતન પટેલ/સુરત :સુરતના ડોક્ટર હાઉસમાં (Doctor House) આવેલી કોવિડ હોસ્પિટલમાં (Covid Hospital) આગ લાગી હતી. ડોક્ટર હાઉસમાં આવેલી આયુષ હોસ્પિટલમાં (Ayush Hospital) એસીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. ત્યારે આ ઘટનામાં પાંચ કોરોના દર્દીઓના મોત થયા હતા. હવે આ આગના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 


આ પણ વાંચો : ગુજરાતના 29 શહેરોમાં આજથી 8 દિવસ બધુ જ બંધ... જાણો આજનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવિડ વોર્ડમાં જ આગ લાગી હતી 
સુરતના લાલ દારવાજા વિસ્તારમાં આષુય હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા આગ લાગી હતી. આ હોસ્પિટલમા કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આગ કોવિડ પોઝિટિવ દર્દીઓના વોર્ડમાં જ લાગી હતી. તેથી કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા ભાગદોડ મચી હતી. સારવાર લઈ રહેલા દર્દીઓ પણ ચાલુ સારવારે ભાગ્યા હતા. એસીમાં શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હતી. જેથી હોસ્પિટલના કર્મચારીઓ દર્દીઓના બહાર કાઢ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં લાગેલી આગના સીસીટીવી સામે આવ્યા છે. 


આ પણ વાંચો : કોરોનાને કારણે પારસી પરિવારે વર્ષો જૂની પરંપરા છોડી, સ્વજનના મૃતદેહને અગ્નિદાહ આપ્યો



આગમાં 5 દર્દીના મોત નિપજ્યા હતા 
ફાયરબ્રિગેડ દ્વારા હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ 19 કોરોના દર્દીઓને રેસ્ક્યૂ કરાયા હતા. જો કે તમામ દર્દીઓને સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દર્દીઓને ખસેડતી વખતે અને ત્યાર બાદ પાંચ લોકોનાં મોત થયાં હતાં. જેમાં રામજીભાઈ જાદવભાઈ લૂખી (ઉં-67) (મોટા વરાછા), અલ્પાબેન બિપિનભાઈ મોરડિયા (મોટા વરાછા), અરવિંદભાઈ શિંગાળા (ઉં-47), રાજુભાઈ મોહનભાઈ પટેલ (ઉં-52)(કામરજે) અને રમેશભાઈ પદશાળા (ઉં-60) (વરાછા) નું મોત નિપજ્યું હતું.