સુરત: હાલ માતાજીના નોરતા ચાલી રહ્યાં છે. પરંતુ અક્સમાતોના હારમાળા ચાલુ જ  છે. સુરતની સાવા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 2 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મળતી માહિતી મુજબ સુરતની સાવા ચોકડી પાસે અમદાવાદથી સુરત જવાના નેશનલ હાઈવે 48 પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક ઊભેલા કન્ટેઈનર પાછળ ઈકો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ઈકો કારમાં બેઠેલા બે લોકોના મોત નિપજ્યું.



આ અકસ્માત આજે વહેલી સવારે સર્જાયો હતો. કોસંબા પોલીસ આ અકસ્માત અંગે વધુ તપાસ કરી રહી છે. 



ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...