તેજસ મોદી/સુરત : ગુનેગારો ગુનો કરવાનું છોડતા નથી, અને એક ગુના બાદ બીજો ગુનો અચવાનો મોકો મળે તો તે અપરાધ કરતાં ચૂકતાં પણ નથી. આવું જ સુરતમાં બન્યું છે. જેમાં બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલ આરોપી પેરોલ રજા પર લાજપોર મધ્યસ્થ જેલમાંથી બહાર આવી સગા સાળાનુ અપહરણ વિથ મર્ડર કરી નાસી ગયો હતો. જેને સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો છે. ૨૨/૦૭/૨૦૨૧ ના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ નોંધાયો હતો. જે ગુનામાં ફરિયાદી સંતોષ હીંયલાલ ઠાકુરે નાના ભાઇ અંશનું ડબલસીંગ ઉર્ફે ડબ્બેસીંગ સુરેંદ્રસીંગ રાજપુત અપહરણ કરી લઇ જઇ નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JAMNAGAR: હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત સંમેલન, જન આશિર્વાદ યાત્રાને આવકાર


આરોપી ડબલુસીંગ ઉર્ફે ડબ્બેસીંગ રાજપુતની તપાસ કરતાં જાણવા મલ્યુ હતું કે તે પોતાની સગી સાળીના બળાત્કાર અંગેના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા થયેલી હતી. જે ગુનામાં આરોપી લાજપોર મધ્યસ્થ જેલમાંથી પેરોલ ઉપર છુટી આવી પોતાના નાના સાળા અંશનું અપહરણ કરી લઇ ગયેલો હતો. આ ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ જુદી જુદી ટીમો આરોપીના સગડ મેળવી અપહત અંશને શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરેલા હતા. જીકે અપહત બાળક અંશની લાશ તા.૨૪/૦૭/૨૦૨૧ ના રોજ ડુમ્મસ મગદલ્લા સાયલન્ટ ઝોન વિસ્તારમાં આવેલ દિલ્હી પબ્લીક સ્કુલ નજીક આવેલ અવાવરૂ જગ્યામાંથી મળી આવી હતી. 


ZEE 24 કલાકના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું, ચંદ્રના ક્રેટર જેવા ખાડાઓ પુર્યા


જેથી આરોપી ડબલુસીંગ ઉર્ફે ડબ્બસીંગ રાજપુતની તપાસ માટે ક્રાઇમબ્રાંચની ટીમોએ સઘન પ્રયાસ હાથ ધરી હતી. દરમ્યાન ક્રાઇમબ્રાંચની ટીમને હકીકત મળી કે, આરોપી ડબલુસીંગ ઉર્ફે ડબ્બસીંગ સુરેંદ્રસીંગ રાજપુત બિહાર રાજ્યના બાંકા જીલ્લામાં આવેલા કઠીલગામ ખાતે છુપાયેલ છે. જે હકીકત આધારે ક્રાઇમબ્રાંચની ટીમ બિહાર ખાતે જઇ અંગત હ્યુમનસ્ત્રોત ઉભા કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછમાં આ કામના ફરીયાદી સંતોષ હીંચલાલ ઠાકુર તેના સગા સાળા થાય છે અને આરોપીએ તેની સગી સાળી ઉપર ૨૦૧૮ની સાલમાં બળાત્કાર ગુજારેલ જે અંગે તેની સાસુએ ખટોદરા પો.સ્ટે.માં ફરીયાદ આપેલ જે ગુનામાં તેને સજા થઈ હતી. 


GUJARAT CORONA UPDATE: નવા 23 કેસ, 14 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


જેનો બદલો લેવા માટે પેરોલ ઉપર છુટી આવેલો હતો, તે દરમ્યાન કેસમાં સમાધાન માટે અવાર નવાર ફરિયાદીના ઘરના તમામ સભ્યો પર દબાણ કરતો આવેલ અને તા.૨૨/૦૭/૨૦૨૧ ના રોજ પોતાની સાસરીમાં ગયેલો હતો. આરોપીની ભોગ બનનાર સાળીએ પોલીસ બોલાવવાની વાત કરી તેને પોતાના ઘરેથી કાઢી મુકેલો હતો. જેથી અપમાનીત થતા તેને ગુસ્સો આવતા આ ફરિયાદીના નાના ભાઇ અંશને ઘરની પાસે રમતો જોઇ તેને ડુમસ ફરવા જવાની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભાડાની રીક્ષામાં બેસાડી ડુમ્મસ મગદલ્લા સાયલન્ટ ઝોન વિસ્તારમાં જઇ ચાલતા ચાલતા ઝાડીઓમાં અવાવરુ જગ્યાએ જઇ અંશને દોરી વડે ગળે ટુંપો આપી મૃત્યુ નિપજાવી ત્યાંથી ટ્રકમાં બેસીને નાસી ગયો હતો. તે ફરાર થયા બાદ અલગ અલગ જગ્યાએ ફરી છુટક મજુરી કરી રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેન્ડનો આશરો લઇ પોલીસ પકડથી ભાગતો આવેલ હોવાની કબુલાત કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube