સુરત :  એક ખાનગી હોસ્પિટલમાં મણકાના એક ઓપરેશન દરમિયાન ડોક્ટર દર્દીના ગળામાંજ કપડુ ભુલી ગયા હતા. ઓપરેશનનાં 21 દિવસ બાદ CT સ્કેનમાં મણકાના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી છે. જેના પગલે ફરી સર્જરી કરીને કપડુ કાઢવામાં આવ્યું હોવાની ઘટના કેમેરામાં કેદ થઇ હતી. જો કે પરિવાર દ્વારા આ તબીબ સામે લેખિતમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠામાં ફોઇના દિકરાએ જ યુવતીને બનાવી પોતાની હવસનો શિકાર, ગળુકાપી હત્યા કરી

દર્દી જેને ભગવાનનો દરજ્જો આપતા હોય છે આવા તબીબ કેટલા બેજવાબદાર હોય ચે તેમની બેજવાબદારી કોઇ દિવસ કોઇનો જીવ જાય તેવી હોય છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયાનગર ખાતે રહેતા દશરથભાઇ શિવરાજ પટેલ છેલ્લા ઘણા સમયથી હાથ પગની સમસ્યાથી પિડાતા હતા. મણકાની તકલીફને ધ્યાને રાખતા મણકા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવવા તબીબે ઓપરેશન કરવા માટેની સલાહ આપી હતી. 


વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો, 135 ફોર્મ ભરાયા

25 ઓગષ્ટે મણકાના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર દ્વારા તમામ રિપોર્ટ કઢાવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને 7 કલાક સુધી ઓપરેશન કર્યું હતું. આર્થિક ભીંસના કારણે ડોક્ટરે મા વાત્સલ્ય કાર્ડ બનાવવાની સલાહ અે એપ્રુવલ મેસેજ આવે પછી ઓપરેશન કરવા જણાવ્યું હતું. ઓપરેશન બાદ હાથ પગ કામ કરતા બંધ થઇ ગયા હતા. જો કે ઓપરેશન 3 દિવસ બાદ રજા આફી 10માં દિવસે ટાંકા કાઢવા માટે બોલાવાયા હતા. 


પ્યુરીફાયર વાપરતા લોકો જરૂર વાંચે આ ન્યૂઝ, સસ્તાની લાલચમાં છેતરાતા નહી

જો કે રજા લીધાના 7મા દિવસે ગરદન પાસે રહેલા ઓપરેશનના કાપા પાસેથી પરુ નિકળવા લાગ્યું હતું. જેના પગલે પરિવાર ચિંતામાં મુકાતા ઓપરેશન કરનાર તબીબને બતાવવા જતા તેમણે ડ્રેસિંગ કરી આપી જશે તેવું કહી દવા લખી આપી હતી. જો કે ત્યાર બાદ સારુ નહી થતા ફેમિલી ડોક્ટરે સલાહ લીધી હતી. તબીબે કેચ કરતા પરૂની સાથે કોટનના રેસા પણ બહાર આવી રહ્યા હતા. જેથી ડોક્ટરે સિટી સ્કેન કરાવવાની સલાહ આપી હતી. ફેમિલી ડોક્ટર્સે જણાવ્યું કે, ભુલથી ગેંગરીન પણ તઇ શકે અને મૃત્યુપણ થઇ શકે. જેથી 15 સપ્ટેમ્બરે આખા ઓપરેશનો વીડિયો બનાવીને કોટનનું કપડું બહાર કાઢવામાં આવ્યું હતું. બે દિકરી અને દીકરાના પિતાની ગંભીર બેદરકાર ડોક્ટરનાં મણકાના સ્પેશ્યાલિસ્ટ સામે ફરિયાદ દાખલ કરાવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube