ગાંધીનગર : દેશના સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૧ ની જાહેરાત કરવામાં આવી હતી. સુરત દેશનું બીજા નંબરનું સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. દેશભરમાં બીજા ક્રમના સ્વચ્છ શહેરનું બહુમાન હાંસલ કરવાં બદલ સમગ્ર ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું હતું. અત્રે નોંધનીય છે કે સુરત હંમેશા સ્વચ્છતા બાબતે ટોપ 5માં રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાણીપીણીના મનફાવે તેવા ભાવ વસુલતા થિયેટરો પર કાર્યવાહીરાજકોટ-ગાંધીનગરમાં અનેક સ્થળોએ આરોગ્ય વિભાગનાં દરોડા


શનિવાર: કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફર્સ દ્વારા યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે દેશભરના સ્વચ્છ શહેરોમાં બીજો ક્રમ મેળવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે નવી દિલ્હી ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં સુરતને બીજા ક્ર્મ મેળવવા બદલ શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડીયા તથા મેયર હેમાલી બોઘાવાલાને સન્માન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. 


SURAT: વેપારીના ઘરે લાખોનો દારૂ આવી પહોંચ્યો, પોલીસે તપાસ કરતા થયો ચોંકાવનારો ખુલાસો


સુરતની દેશભરમાંથી બીજો ક્રમ મળવા બદલ સમગ્ર ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ૬૦૦૦ માર્ક્સ રાખવામાં આવ્યા હતા જેમાંથી સુરતને ૫૫૧૯.૫૯ માર્કસ મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સતત પાંચમી વાર મધ્યપ્રદેશનું ઈન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે. દેશનું સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ અમદાવાદ અને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય હોવાનું બહુમાન છત્તીસગઢ રાજ્યએ મેળવ્યું છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube