તેજસ મોદી/સુરત : છેલ્લાં ૦૫ મહિના દરમિયાન શહેરના આઠ ઝોન વિસ્તારમાં ૧૩,૩૯,૭૩૮ લોકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા છે. શહેરના આઠ ઝોનમાં અઠવા ઝોન ૨,૪૭,૩૭૬ લોકોના રસીકરણ સાથે અવ્વલ નંબરે રહ્યું છે. સુરત મહાનગરપાલિકાએ રસીકરણની ઝુંબેશને યુદ્ધના ધોરણે વેગવાન બનાવી. કોરોનાના સંક્રમણને નાથવા સુરત મહાનગરપાલિકાએ રસીકરણની ઝુંબેશને વધુ વેગવાન બનાવી છે. ગત તા.૧લી જાન્યુ.થી લઈ ૩૧ મે-૨૦૨૧ સુધીના કુલ ૦૫ મહિના દરમિયાન શહેરના આઠ ઝોન વિસ્તારમાં પ્રથમ તથા બીજા ડોઝ સાથે કુલ ૧૩,૩૯,૭૩૮ લોકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા છે. સુરત શહેરમાં અઠવા ઝોન ૨,૪૭,૩૭૬ લોકોના રસીકરણ સાથે અગ્રેસર રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના અન્ય ઝોનના રસીકરણની વિગતો જોઈએ તો, સેન્ટ્રલ ઝોનમાં ૧,૪૭,૯૫૯,  વરાછા ઝોન-એ માં ૧,૬૧,૯૧૧ તેમજ વરાછા ઝોન-બીમાં ૧,૩૨,૧૭૪, સાઉથ ઝોન-ઉધનામાં ૧,૪૯,૯૨૧, નોર્થ ઝોન-કતારગામમાં ૧,૭૫,૫૮૦, વેસ્ટ ઝોન-રાંદેરમાં ૧,૮૮,૯૮૪, સાઉથ ઇસ્ટ ઝોન-લિંબાયતમાં ૧,૩૫,૮૩૩ લોકોને વેક્સીન અપાઈ છે.


સમગ્ર શહેરના રસીકરણની વાત કરીએ તો ૨,૧૯,૧૧૨ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રથમ ડોઝ તથા ૭૯,૧૨૮ ને બીજો અપાઈ ચૂક્યો છે. જ્યારે ૪૫ થી વધુ વયના ૫,૯૩,૦૦૫ વડીલોને વેક્સિનનો પ્રથમ ડોઝ તથા ૧,૮૮,૨૦૩ ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ૧૮ થી ૪૪ વર્ષની વયના ૨,૫૯,૩૭૭ યુવાનોને પ્રથમ ડોઝ અને ૯૧૩ યુવાનોને બીજો ડોઝ અપાયો છે. આમ, ૧૦,૭૧,૪૯૪ વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને ૨,૬૮,૨૪૪ નાગરિકોને બીજો ડોઝ મળી કુલ ૧૩,૩૯,૭૩૮ લોકોને વેક્સિનનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.


સુરત મહાનગરપાલિકાના આસિ.કમિશનરશ્રી જયેશ ગાંધીએ જણાવ્યું હતું કે, અઠવા ઝોનના શહેરીજનોએ વેક્સિનેશન કામગીરીમાં પાલિકા તંત્રને સહકાર આપ્યો તે ખરેખર સરાહનીય છે. રસીકરણના શરૂઆતના તબક્કામાં રસી મૂકાવવા માટે લોકો અચકાતા હતા, પરંતુ કોરોનાની રસીની કોઈ આડઅસર ન જણાતા તેમજ કોરોના સંક્રમણમાં રસીકરણ અસરકારક શસ્ત્ર છે એવી સમજના કારણે લોકો રસી લેવા આગળ આવ્યા અને અન્ય લોકોને પણ રસી લેવા પ્રેરિત કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube