SURAT: નાસ્તાની લારી પર અમારી સામે કેમ બોલ્યો તેમ કહી માલિક પર હૂમલો
જિલ્લાના વરેલી ગામામાં નાસ્તાની લારી ચલાવનારા વ્યક્તિને ત્યાં બે ઇસમો નાસ્તો કરવા માટે આવ્યા હતા. જો કે કોઇ કારણોસર યુવકો અને લારીવાળા વ્યક્તિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેના કારણે એકાએક નાસ્તો કરવા આવેલા અસામાજિક તત્વોએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પુ વડે લારીવાળા પર હુમલો કર્યો હતો.
સુરત : જિલ્લાના વરેલી ગામામાં નાસ્તાની લારી ચલાવનારા વ્યક્તિને ત્યાં બે ઇસમો નાસ્તો કરવા માટે આવ્યા હતા. જો કે કોઇ કારણોસર યુવકો અને લારીવાળા વ્યક્તિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેના કારણે એકાએક નાસ્તો કરવા આવેલા અસામાજિક તત્વોએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પુ વડે લારીવાળા પર હુમલો કર્યો હતો.
લારી ચલાવનારાના કહેવા અનુસાર શુભમ અને માલ્યા નામના યુવકો નાસ્તો કરવા માટે તેની લારી પર આવ્યા હતા. દરમિયાન તેમને લારી પર દારૂ પીવાનું શરૂ કર્યું હતું. જેથી તેમણે દારૂ લારી પર નહી પીવા માટે જણાવ્યું હતું. જો કે તેઓએ સમોસાની માંગ કરી હતી. સમોસા ખાધા બાદ બંન્નેએ સમોસા સારા નહી હોવાનું જણાવ્યું હતું. જેથી યુવકે કહ્યું કે સમોસા સારા ન હોય તો પૈસા નહી આપતા. જેથી ઉશ્કેરાયેલા બંન્નેએ કહ્યું કે, સામો જવાબ કેમ આપે છે, તેમ કહીને તેના પર હુમલો કર્યો હતો.
નાસ્તાની લારી પર નશાની હાલતમાં બંન્ને યુવકોના હુમલો અને સમગ્ર વિવાદ મોબાઇલ કેમેરામાં કેદ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, યુવક પર ચપ્પુ વડે હુમલો કરે છે. સાંજના સમયે બંન્ને નશાની હાલતમાં ધંધાર્થી પર હુમલો કરે છે. અત્રે નોંધનીય છે કે, સુરતમાં અસામાજીક તત્વો બેખોફ બન્યા છે. પોલીસનો અંકુશ અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ જ ખસ્તા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube