ચેતન પટેલ/સુરત: રાખડીના તહેવાર સાથે સુરતના બજારમાં આકર્ષક અને અવનવી ડિઝાઈનવાળી રાખડીઓનું ધુમ વેચાણ થઈ રહ્યું છે. પરંતુ તેની વચ્ચે સુરતના સ્પેશ્યલ બાળકોએ પોતે બનાવેલી રાખડીનું વેચાણ કરીને પગભર થવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ બાળકોની રાખડી બજારની રાખડી જેવી કદાચ આકર્ષક ન હોય પણ તેઓમાં વધતો આત્મવિશ્વાસ અને સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરી પ્રેમ અને લાગણીના મોતી પરોવીને લાગણીસભર રીતે બનાવેલી રાખડી પ્રોફેશનલ રાખડીઓને ટક્કર આપી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના ગોટાર વિસ્તારમા આવેલી  સ્પેશ્યલ બાળકોની સ્કુલ શિલ્પમાં સ્પેશ્યલ બાળકોને અભ્યાસ કરાવવા સાથે તેમને પગભર થવા માટેની કામગીરી પણ કરવામા આવે છે. બાળકોને પગભર થવા માટે સંસ્થા દ્વારા શિક્ષણ આપવામા આવે છે તેના કારણે તેઓ સિઝનલ વસ્તુઓનુ ઉત્પાદન કરી રહ્યાં છે. હાલમાં રક્ષાબંધનનો તહેવાર હોવાથી આ સ્પેશ્યલ બાળકો રાખડી અને રક્ષા બંધનના ઉપયોગમાં આવતી ડેકોરેટિવ ડીશ અને કવર બનાવી રહ્યાં છે.


સ્કુલના આચાર્ય સાથે  બાળકોમાં છુપાયેલી શક્તિ બહાર કાઢવાનો પ્રયાસ કર્તાશિક્ષકો કહે છે, અમારા બાળકો જે રાખડી બનાવે છે તે કદાચ બજારમાં મળતી રાખડી જેવી આકર્ષક ન હોય પરંતુ અમારા બાળકો સાચા દિલથી પ્રેમ અને લાગણીના મોતી વિશ્વાસના દોરામાં પરોવી રાખડી બનાવી રહ્યાં છે. આ બાળકોએ બનાવેલી રાખડીમાં તેમની ભાવના છુપાયેલી છે અને આ રાખડી લોકો ખરીદે છે ત્યારે બાળકો વધુ આત્મનિર્ભર બની રહ છે. આ રાખડી માટે કેટલીક લોકો સામેથી ઓર્ડર આપે છે અને અમારી સ્કુલમાંથી પણ રાખડી અને અન્ય વસ્તુનું વેચાણ કરવામા આવી રહ્યું છે.


આ સ્કુલ ઉપરાંત સુરતમા સ્પેશ્યલ બાળકો માટે કામ કરતી અન્ય સ્કુલ પણ રાખડી બનાવવા સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી પણ સ્કુલમાં કરી રહ્યાં છે, સુરતમા આવી સ્કુલો પોતાની સ્કુલમા અભ્યાસ કરતાં માનસકિ દિવ્યાંગ (સ્પેશ્યલ ચાઈલ્ડ)ને પગભર  કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેના કારણે આ બાળકોનો આત્મવિશ્વાસ પણ વધી રહ્યો છે.હાલ તો બે હજાર રાખડીઓનો ઓર્ડર અહીં મળ્યો છે. આ રાખડી બીએસએફ માટે મોકલવા આવશે. જે એક ગર્વની વાત કહી શકાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube